Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

સુરતના નવાગામમાં માતા અને પુત્ર -પુત્રીએ કર્યો આપઘાતનો પ્રયાસ

પતિ સાથેના ગૃહક્લેશમાં માતાને એસિડ પીતા જોઈ પુત્ર અને પુત્રીએ પણ કોક્રોચ મારવાની દવા ગટગટાવી

 

સુરત;અહીંના  નવાગામ વિસ્તારમાં માતા અને પુત-પુત્રીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિ સાથેના ગૃહક્લેશમાં માતાને એસિડ પીતા જોઈ પુત્ર અને પુત્રીએ પણ કોક્રોચ મારાવની દવા પી લીધી હતી.ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

  બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ નવાગામ ખાતેના આરડી નગરમાં રહેતી અનિતા સુનિલ કોળી (ઉં..૩૧) તથા તેણીનો પુત્ર દાદુ (ઉં..૧૩) અને પુત્રી કરૃણા (ઉં..) સોમવારે બપોરે આપઘાતનો પ્રયાસ કર્યાની જાણ થતા સંબંધી અને અડોશપડોશના લોકોએ ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સેન્ટીંગ કામ કરતા પતિ સુનિલ સાથે અનિતાનો કોઈ કારણસર વિવાદ થયો હતો. જેને લઈ સુનિલ ઘરેથી ક્યાંક જતો રહ્યો હતો. જોકે ત્યારબાદ બહેનની મદદથી અનિતાએ સુનિલનો સંપર્ક સાધ્યો હતો.પરંતુ સુનિલ તરફથી યોગ્ય જવાબ નહીં મળતા અનિતાને માઠું લાગી આવ્યું હતું.

   દરમિયાન સોમવારે બપોરે તેણીએ સંતાનોની હાજરીમાં ઘરમાં એસિડ ગટગટાવી લીધું હતું. માતાને એસિડ પીતા જોઈ દાદુ અને કરૃણાએ પણ ઘરમાં પડેલી કોક્રોચ મારવાની દવા પી લીધી હતી. જેને પગલે ત્રણેય જણા ત્યાંજ ફસડાઈ પડયાં હતા.દાદુએ માતાને એસિડ પીતા જોઈ ભાઈ-બહેને દવા પીધી હોવાનું જણાવ્યું હતું. માસુમ દાદુ તેના પિતાની ચિંતા કરતો દેખાયો હતો. કરૃણા ધોરણ- અને દાદુ ધોરણ-૮માં અભ્યાસ કરે છે.હાલ  ત્રણેય જણા સિવિલમાં સારવાર હેઠળ છે.

(9:20 am IST)