Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

વડોદરા ;જુગાર રમવા પૈસા નહિ અપાતા પતિએ કેરોસીન છાંટીને પત્નીને સળગાવી ;સારવાર દરમિયાન મોત થતા ગુન્હો હત્યામાં પરિણમ્યો

છૂટક મજૂરી કામ કરતા ગુલઝારસિંગને જુગારની કુટેવથી પરેશાન પત્ની બિજલીકૌર પૈસા નહિ આપતા કેરોસીનનો કેરબો છાંટીને દીવાસળી ચાંપી દીધી

 

વડોદરા :વડોદરામાં આજવા રોડ પર એકતાનગરમાં પરિવારનો માળો જુગારને કારણે પીંખાઈ ગયો છે જુગાર રમવા પૈસા આપતાં તારીખ 26મીના રોજ પતિએ કેરોસીન છાંટીને સળગાવી દેતાં ગંભીર રીતે દાઝી ગયેલી પત્નીનું સારવાર દરમિયાન  ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો છે અંગેની વિગત મુજબ વરસિયાના વીમા દવાખાના પાછળ રહેતી ૨૫ ર્વિષય બિજલીકૌરના લગ્ન ગુલઝારસિંગ સિકલીગર (રહે. એકતાનગર, આજવા રોડ) સાથે થયા હતા છુટક કામ કરતા પતિની જુગાર રમવાની કુટેવને લઈ દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.શનિવારે સાંજે બિજલીકૌર તેનાં બાળકો સાથે ઘરમાં હાજર હતી, ત્યારે રાતે 9:30 વાગ્યાની આસપાસ પતિ ગુલઝારસિંગ ઘરે આવ્યો હતો તેને પત્ની પાસે જુગાર રમવા માટે પૈસા માગ્યા હતા. પત્નીએ પૈસા આપવાની ના પાડી દેતાં ઉશ્કેરાયેલા ગુલઝારસિંગે ઘરમાં પડેલો કેરોસીનનો કારબો પત્ની પર છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી.ભડભડ સળગી રહેલી બિજલીકૌરે મદદ માટે બૂમાબૂમ કરી મૂકતાં પડોશમાં રહેતાં તેનાં જેઠ-જેઠાણી સહિતનાં લોકો દોડી આવ્યાં હતાં. તેઓએ આગ બુઝાવી તેને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી, જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત નીપજ્યું હતું.બાપોદ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

(9:20 am IST)