Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ઓન- ધ- ગો ડિવાઈસ પર સ્‍પેશિયલ ઓડીયોકન્‍ટેન્‍ટને વેગ આપે છેઃ સીએમઆર ઈન્‍ડસ્‍ટ્રી

અમદાવાદઃ તરબોળ ઓડીયો અનુભવે રોગચાળાના વર્ષોમાં સ્‍માર્ટફોનવાળા અને અન્‍ય ‘ઓન-ધ-ગો ડિવાઇસ' પરના ઉપભોક્‍તાઓ માટે અગત્‍યતા પ્રાપ્‍ત કરી હતી, જેમાં ટેબ્‍લેટ્‍સ અને હિયરેબલ્‍સનો સમાવેશ થાય છે. ડિજીટલનેટીવ્‍સમાં પ્રાથમિક રીતે ટેક-જાગળત્તયૂઝર્સકન્‍ટેન્‍ટ વપરાશ પાછળ ૨૦ કલાકથી વધુ ઓનલાઇનગાળે છે, છેલ્લા ત્રણ વર્ષોમાં પ્રિમીયમ સ્‍પેશિયલ ઓડીયો મેળવવાની વળત્તિમાં ૧૧ટકા ની બે આંકની વળદ્ધિ નોંધાઇ છે. ‘સ્‍માર્ટ ફોન યૂઝર્સમાં ઓડીયોનું મહત્ત્વ' પરના વિસ્‍તરિત વાર્ષિક ગ્રાહક અભ્‍યાસની ત્રીજી આવળત્તિમાંથી સંશોધિત આંતરદ્રષ્ટિ બહાર આવી છે, જે ડોલ્‍બી દ્વારા શરૂ કરાઇ હતી, જે કન્‍ટેન્‍ટ સર્જન, વપરાશ અને ઓન ધ-ગો- ડિવાઇસ સાથેના વપરાશ અને સામેલગીરીની આસપાસ સમય જતા બદલાતીઉપભોક્‍તા વર્તણૂંક પર આધારિત હતી. સીએમઆરના ઇન્‍ડસ્‍ટ્રી ઇન્‍ટેલિજન્‍સગ્રુપના વડા પ્રભુ રામએ જણાવ્‍યા અનુસાર, મ્‍યુઝિક, મૂવીઝ, લાઇવ સ્‍પોર્ટ્‍સ અને મોબાઇલ ગેમિંગ સહિતના ઉપયોગના કેસો દ્વારા સંચાલિત, પ્રીમિયમ ઓડિયો અનુભવો ગ્રાહકો દ્વારા માત્ર તેમના સ્‍માર્ટફોન પર જ નહીં, પણ ઓન-ધ-ગો પર પણ વધી રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે.

(4:01 pm IST)