Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

સુરતના રિંગ રોડ સ્થિત ડ્રેસ મટિરિયલ્સની દુકાનમાં 3.86 લાખની કિંમતનો જથ્થો ખરીદી પેમેન્ટ ન કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:રીંગરોડ સ્થિત જયશ્રી રામ માર્કેટમાં દુકાન નં. 1થી 3 માં શુભમ ફેક્ટરી આઉટલેટ નામે ડ્રેસ મટીરીયલ્સનો ધંધો કરતા ચંદ્રપ્રકાશ પુખરાજ કપુરીયા (ઉ.વ. 35 રહે. શુભમ હાઇટ્સ વિભાગ 2, પરવટ પાટિયા) ને ત્યાં એકાદ વર્ષ અગાઉ રીંગરોડ સ્થિત પ્રાઇમ પ્લાઝા ટાવરમાં લક્ષ્મી ફેશન નામની દુકાન ધરાવતા હમવતની કૈલાશ નેમીચંદ સોની અને તેના પિતા નેમીચંદ સોની આવ્યા હતા. પિતા-પુત્રએ સુરત અને સુરત બહાર ડ્રેસ મટીરીયલ્સનો હોલસેલમાં ધંધો કર્યો છે અને સમયસર પેમેન્ટ ચુકવવાનો વાયદો કરી રૂા. 3.86 લાખની કિંમતના ડ્રેસ મટીરીયલ્સનો જથ્થો ખરીદયો હતો. 

પિતા-પુત્રએ 90થી 120 દિવસમાં પેમેન્ટ ચુકવવાનો વાયદો કર્યો હતો. પરંતુ પેમેન્ટ ચુકવવાનો સમય આવ્યો ત્યારે લોક્ડાઉન શરૂ થઇ જતા ચંદ્રપ્રકાશે ઉઘરાણ કરવાનું ટાળ્યું હતું અને માર્કેટ શરૂ થશે ત્યાર બાદ પેમેન્ટ આવી જશે તેવી આશા રાખી હતી. 

(5:42 pm IST)