Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

અમદાવાદના કારંજ પોલીસે દેશી બનાવટની રિવોલ્‍વર સાથે નાસીરખાન પઠાણને ઝડપી પાડયો

અમદાવાદઃ કારંજ પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે એક ઇસમની ધરપકડ કરી હતી. પોલીસે નાસીરખાન પઠાણ નામના શખ્સની ધરપકડ કરી તેની પાસેથી સાત જીવતા કારતૂસ કબ્જે કર્યા હતા. તેને હથિયાર અને કારતૂસ આપનારા દરિયાપુરના અમન મેટર સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે મોબાઇલ અને ચાર હજારની રોકડ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે.

(4:57 pm IST)