Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

લમ્પી મુદ્દે સરકારનો મોટો નિર્ણય, નિયંત્રિત વિસ્તાર હેઠળના જિલ્લામાં નહીં કરી શકાય પશુઓની હેરફેર

નિયંત્રિત વિસ્તાર જાહેર કરવામાં આવતા જિલ્લામાં પશુઓના મેળા, વેપાર, પ્રદર્શન તેમજ રમતો પર કડક પ્રતિબંધ

અમદાવાદ :રાજ્યમાં વરસાદી સિઝન બાદ પશુઓમાં લમ્પી વાયરસે જે રીતે ભરડો લીધો છે તે જોતા હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યના કુલ 14 જિલ્લાઓ નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં લમ્પીની અસરકારકતા જ્યાં વધારે છે તેવા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. (નિયંત્રિત વિસ્તાર જાહેર કરવામાં આવતા જિલ્લામાં પશુઓના મેળા, વેપાર, પ્રદર્શન તેમજ રમતો પર કડક પ્રતિબંધ મૂકવામાં આવે છે.) સાથે જ આવા જિલ્લામાંથી પશુઓ બીજા જિલ્લામાં પણ મોકલી શકાશે નહીં

. આ સાથે જ રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની સંકલન સહ મોનિટરીંગ કમિટીની રચના કરવા ઠરાવ કરવામાં આવ્યો છે. આ સમિતિ જિલ્લામાં લમ્પી વાઇરસના સંક્રમણ પર નિયંત્રણ, અસરગ્રસ્ત પશુઓની સારવાર સબંધિત તમામ કામગીરીનું સંકલન તેમજ મોનિટરિંગ કરશે.

લમ્પી વાઇરસના કહેરને પગલે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યના કુલ 14 જિલ્લાઓને “નિયંત્રિત વિસ્તાર” તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નિયંત્રિત વિસ્તારોમાં પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો પર કડક પ્રતિબંધ તેમજ તેમની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

(9:17 pm IST)