Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ધો. ૯માં ગ્રાન્ટેડ શાળાની સંખ્યામાં અસર ન થાય તે રીતે પ્રવેશ કાર્યવાહી કરવા બોર્ડની સુચના

વર્ગ દીઠ ૭૫ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય તો ગ્રાન્ટેડ શાળાના વર્ગ બંધ થવાની શકયતાએ બોર્ડ દ્વારા સુચના

રાજકોટ તા. ૨૯ : કોરોનાના સમયમાં માસ પ્રમોશન બાદ શિક્ષણ ક્ષેત્રે અનેક પરિવર્તન જોવા મળ્યા છે. માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં સમાવવાની વ્યવસ્થાના ભાગરૂપે એક વર્ગમાં ૬૦ને બદલે ૭૫ની સંખ્યા ફાળવવા આદેશ થયો છે.

ગુજરાત રાજ્યની શાળાઓમાં ધો. ૯ અને ધો. ૧૧માં વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા ૭૫ રાખવા માટેની સુચના બાદ ગ્રાન્ટેડ શાળાઓના વર્ગ બંધ થાય તેવી શકયતા ઉભી થઇ હતી. શિક્ષણ બોર્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષણ બોર્ડને રજૂઆત બાદ જરૂરી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ધો. ૯માં પ્રવેશ વખતે ગ્રાન્ટેડ શાળાઓની સંખ્યામાં અસર ન થાય તે રીતે પ્રવેશ કાર્યવાહી કરવા માટે સુચના અપાઇ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ કાર્યરત વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યાને અસર ન પહોંચે તે જોવા માટે તાકીદ કરવામાં આવી છે.

(3:23 pm IST)