Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ગાંધીનગરના પ્રાંતીયા ગામમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 3.52 લાખની ચોરીને અંજામ આપી છૂમંતર......

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી ત્યારે શહેર નજીક આવેલા પ્રાંતિયા ગામમાં પરિવાર જાતરમાં ગયો હતો તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનના તાળા તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી .૫૨ લાખ રૃપિયાની મત્તા ચોરી લીધી હતી. જે સંદર્ભે ડભોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધ્યા છે અને તે અટકતા નથી ત્યારે હવે આસપાસના ગ્રામ્ય વિસ્તારને પણ તસ્કરોએ નિશાન બનાવવાનું શરૃ કર્યું છે. શહેર નજીક આવેલા પ્રાંતિયા ગામમાં પણ બંધ મકાનના તાળા તોડી તસ્કરો લાખો રૃપિયાની મત્તા ચોરી ગયા છે. જે સંદર્ભ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પ્રાંતિયા ગામમાં રામપુર જવાના રોડ ઉપર ઉમિયાનગર ખાતે રહેતા ઉર્વેશભાઈ અશોકભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તે સેક્ટર ૨૮ સરકારી પ્રેસમાં નોકરી કરે છે જ્યારે તેમના પિતા પીડીપીયુ રોડ ઉપર વિનાયક લાઈફ સ્ટાઈલ ખાતે સિક્યુરિટી જવાન તરીકે ફરજ બજાવે છે. ગત ૨૭ માર્ચના રાત્રિના સમયે તેમના મોટા બાપાને ત્યાં જાતર રાખવામાં આવેલી હોવાથી ઉર્વેશભાઈ અને તેમની માતા મકાન બંધ કરીને જાતરમાં ગયા હતા. આ દરમિયાન તેમના પિતા નોકરી ઉપર હતા. જાતર પૂરી કરીને મોડી રાત્રે ઉર્વેશભાઈ ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોતા ચોકી ઉઠયા હતા અને ઘરમાં જઈ તિજોરીમાં તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં હતો ત્યારબાદ તેમની માતાને બોલાવી લીધા હતા અને પોલીસને જાણ કરી હતી. જોકે ઘરમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી .૫૨ લાખ રૃપિયાની મત્તા ચોરાઈ હતી. એટલું જ નહીં એટીએમ કાર્ડ અને વાહનોના કાગળો તેમજ પાસપોર્ટ પણ ચોરાયો હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ સંદર્ભે ડભોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

(6:08 pm IST)