Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

સુરતના સલાબતપુરામાં 6 લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરમાં યાર્નની ઉધાર ખરીદીના પેમેન્ટ પેટે આપેલા 6 લાખના ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા યાર્ન કંપની તથા તેના બે સંચાલકોને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ આર.વી.જૌહરીએ બંને સંચાલકોને એક વર્ષની કેદની સજા ફટકારી છે. સલાબતપુરા માં કેપ જરીવાળા સ્થિત કુબેર ટેક્ષલેન પ્રા.લિ.ના ફરિયાદી મેનેજર નાગેશ્વર ઉમરાવ પીંજરેએ કરંજ રોડ સ્થિત યુગ વિવ ટેક પ્રા.લિ.ના આરોપી સંચાલકો ભરત જેઠાભાઈ માવાણી(રે.સરીતા વિહાર સરથાણા જકાતનાકા) તથા કાંતિ લક્ષ્મણ ધાનાણી(રે.સન્ડે એવન્યુ,કતારગામ)ને બ્રોકર દિનેશ લોડલીયા હસ્તક ધંધાકીય સંબંધો બંધાયા હતા.જે સંબંધના નાતે નવેમ્બર-ડીસેમ્બર-2017દરમિયાન ફરિયાદી પેઢીના સંચાલકને આરોપી પેઢીના સંચાલકોને કુલ રૃ.6.02 લાખની કિંમતના ઉધાર યાર્નનો જથ્થો વેચ્યો હતો. જેના પેમેન્ટ પેટે આરોપીઓએ આપેલા 1.50 લાખના એક એવા ચાર ચેક રૃ.6 લાખના ચેક લખી આપ્યા હતા.તે રીટર્ન થતા કંપની થતા સંચાલકો વિરુધ્ધ કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે યુગ વિવ ટેક પ્રા.લિ. તથા સંચાલકો ભરત માવાણી તથા કાંતિ ધાનાણીને દોષી ઠેરવી એક વર્ષની કેદ તથા ફરિયાદીની લેણી રકમ વ્યાજ સહિત ચુકવી આપવામાં કસુર કરે તો વધુ ત્રણ માસની કેદ તથા કોર્ટમાં ગેરહાજર આરોપીઓ વિરુધ્ધ પકડ વોરંટ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે.

(6:07 pm IST)