Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

બનાસકાંઠામાં કોંગ્રેસમાં ભંગાણ..!

પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી ડી રાજપૂતે કોંગ્રેસ છોડતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો

રાજકોટ તા.૨૯

પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કરી દીધા છે. ડી. ડી. રાજપૂતે કોંગ્રેસ છોડતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો લાગ્યો છે.

ડી. ડી.રાજપૂત 2017 ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી  કોંગ્રેસના ઉમેદવાર હતા.ડી. ડી. રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત હતા.

      બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાનો ભાજપમાં ભળતાં  કોંગ્રેસની મુશ્કેલી વધી છે.

(2:04 pm IST)