Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મોટા લીમટવાડા ગામે ધુળેટીમાં કલર છાંટવા બાબતે થયેલ માથાકૂટ બાદ ગુપ્ત ભાગમાં લાત મારતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટા લીમટવાડા ગામ માં નજીવી બાબતે થયેલ મનદુઃખ બાદ તેની અદાવત રાખી ત્રણ યુવાનો એ એક ઈસમને માર મારી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે

    પ્રાપ્ત વિગતો અનુસાર વિક્રમભાઇ શાંતીલાલભાઈ વસાવા(રહે. મોટા લીમટવાડા ચંપા ફળીયું તા.નાંદોદ જિલ્લો.નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ તા.૨૬/૦૩/૨૦૨૪ ના રાત્રીના દસેક વાગ્યાના આરસામાં પોતાના ઘરના આંગણામાં બેઠા હતા તે વખતે ફળીયાના (૧) જીતેન્દ્રભાઇ દેવનભાઇ વસાવા તથા (૨) અંકુશભાઇ નરેશભાઇ વસાવા( બન્ને રહે. મોટા લીમટવાડા તા.નાંદોદ જી.નર્મદા)તથા મોટા લીમટવાડા ગામનો જમાઇ તથા (૩) અત્યાભાઇ વસાવા( રહે.ભચરવાડા તા.નાંદોદ જી.નર્મદા )નાઓ તેમના ઘરે આવેલ અને ધુળેટીના દિવસે કલર લગાડવા બાબતે મનદુ:ખ થતા તેની અદાવત રાખી આ ત્રણેય જણાએ તેમની સાથે બોલાચાલી કરી ઢીક્કા પાટુનો માર મારી જીતેન્દ્રભાઇ એ તેમને લાત વડે ગુપ્ત ભાગે મારી તથા આ ત્રણે જણાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

   
(12:55 am IST)