Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

નર્મદા જિલ્લા ભાજપ દ્વારા નર્મદા કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોની મહત્વની બેઠક યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આવનારી લોકસભા ચૂંટણી 2024 માં જાહેર સમર્થન મેળવવા માટે પાર્ટી દ્વારા આગામી સમય માં ઘર-ઘર સંપર્ક અભિયાન ની શરૂઆત કરવામાં આવશે.આ અભિયાનના માધ્યમથી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર જિલ્લામાં દરેક ઘરનો સંપર્ક અભિયાન ચલાવવા માં આવશે.આ અભિયાન બુથ સ્તર સુધીનું હોય તે માટે આગેવાનો ની નિમણૂક પણ કરી દેવામાં આવી છે.ભાજપની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે લાભો મળ્યા છે તે જ ભાજપ નો મતદાર બની ચુક્યો છે.

ગુજરાત પ્રદેશ દ્વારા નર્મદા જિલ્લામાં " મોદી પરિવાર " સભાનું આયોજન પણ કરવામાં આવશે.આ અભિયાનમાં પ્રદેશ કક્ષાએથી પ્રવક્તા પણ આવશે અને આ સભામાં મોદીજીએ કરેલા કાર્યો વિશે માહિતગાર કરવામાં આવશે.આ બેઠકમાં આગેવાનોને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી એ કહ્યું કે ભાજપ તરફી વધુ માં વધુ મતદાન કેવી રીતે થાય તેની પણ માહિતી આપવામાં આવી, ભાજપ ની આ બેઠક માં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ,નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ,ભરૂચ ના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નર્મદા જિલ્લા ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ,નર્મદા જિલ્લા પંચાયત ના પ્રમુખ ભીમસિંગ તડવી અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

(12:19 am IST)