Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીના ૫ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

બંગલાને પચાવી પાડવા માલિની પટેલે કેટલાક લોકોને બોલાવી ઘરનું વાસ્તુ પણ કરાવ્યું હતું:ક્રાઈમ બ્રાન્ચની કોર્ટમાં રજુઆત

અમદાવાદ:મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પેટેલને ક્રાઈમ બ્રાંચે કોર્ટ સમક્ષ રજૂ કરી હતી જેમાં ક્રાઈમ બ્રાંચે માલિની પટેલના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમાં  3 એપ્રિલ સુધી માલિની પટેલ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેશે. ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં સમક્ષ બંગલો પચાવી પાડવા માટે માલિની પટેલ પણ સહભાગી બન્યા હોવાની રજૂઆત કરી હતી ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં કહ્યું હતું કે, બંગલાને પચાવી પાડવા માલિની પટેલે કેટલાક લોકોને બોલાવી ઘરનું વાસ્તુ પણ કરાવ્યું હતું.

 

તો બીજી તરફ માલિની પટેલના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, આ મામલો ખોટી રીતે ઉભો કરવામાં આવ્યો છે.. સાથે જ કેસ સિવિલ મેટરનો હોય તેમ છતા જાણી જોઈ કેસને ક્રાઈમ મેટર બનાવામાં આવી રહી છે.. સાથે જ વકીલે દાવો કર્યો હતો કે, પોલીસે કઈ સાંભળ્યા વગર જ ગુનો નોંધી લીધો છે. પોલીસે માલિની પટેલ મામલે કાયદાનો દુરુપયોગ કર્યો હોવાની દલીલ કરી હતી.

(9:09 pm IST)