Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

અતિક અહેમદને સાબરમતી જેલ પરત લવાયો:ક્રાઇમ બ્રાન્ચ તથા એટીએસને બંદોબસ્તમાં મુકાઈ

અમદાવાદઃ અતીક અહેમદ પોલીસ કાફલા સાથે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે ઉત્તર પ્રદેશ પોલીસ સાથે અમદાવાદ લાવવા માટે રવાના થઈ હતી. ત્યારે અતીકને ફરીવાર સાબરમતી જેલમાં રાખવામાં આવશે. સાબરમતી જેલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ સહિત એટીએસને સાબરમતી જેલમાં ખડકી દેવામાં આવી છે. સાબરમતી જેલને હાઇસિક્યોરિટી ઝોનમાં ફેરવી નાંખવામાં આવી છે.

 

અતીક અહેમદને યૂપી પોલીસ સાબરમતી લાવવા માટે નીકળી ત્યારે વજ્ર વાહનમાં તેને અમદાવાદ લાવવામાં આવેલ. અતીકની સુરક્ષા માટે પોલીસકર્મીઓ પણ જોડાયા હતા. ત્યારે કાફલામાં અન્ય પોલીસ વાહનો પણ સાથે રહેલ. ઉલ્લેખનીય છે કે, અતીક અહેમદને સુરક્ષાને ધ્યાને રાખી નૈની જેલ પરિસરમાં રાખવામાં આવ્યો હતો. આજીવન કેદની સજા મળ્યા બાદ અતીકે કોર્ટને આગ્રહ કર્યો હતો કે, તેને સાબરમતી જેલ મોકલવામાં આવે. ત્યારે પોલીસનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટે અતીકને સાબરમતી જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે, તેથી તેને પરત લઈ જવામાં આવ્યો હતો.

(8:18 pm IST)