Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

અમદાવાદમાં પોલીસના નામે ઈ-ચલણ ભરવા માટે આવતા મેસેજ-ફોન ખોટા:સાયબર ફ્રોડનો બની જશો શિકાર

શહેર પોલીસે નાગરિકોને કર્યા સચેત:ચલણ ભરવા માટે આવતા મેસેજ પર ધ્યાન ન આપવા સૂચન

અમદાવાદ: જો તમે અમદાવાદ પોલીસના ચલણ ઓનલાઈન ભરો છો, તો થોડા સાવધાન થઈ જજો, કારણ કે, અયોગ્ય વેબ સાઈટ કે, ખોટી લિંક પર ક્લિક કરી દેશો તો ચલણ ભરવાના બહાને ઠગાઈનો ભોગ બની શકો છો. ઓનલાઈન ઠગાઈ કરતા ક્રિમિનલોએ એક નવો જ કિમિયો અપનાવ્યો છે, જેમાં ક્રિમિનલોને મહેનત ઓછી અને કમાણી મોટી થશે પરંતુ તમારા પૈસા એક જટકે ઉડી જશે અને ચલણ પણ ભરાશે નહીં. અમદાવાદ પોલીસના ચલણના નામે ઠગાઈનો નવો કિમીયો અપનાવ્યો છે.

 

આ સમગ્ર મુદ્દે સાયબર ક્રાઈમના DCP અજીતે જણાવ્યું હતું કે, અમુક ઈ ચલણના નામે કૌભાંડ કરતા હોય તો તેનાથી સાવચેત રહેવું અને કોઈ નવા નંબરથી કોલ આવે અને કહે કે, ઈ ચલણ ભરવું છે ? તો તેનાથી સાવધાન રહેવું કેમ કે, પોલીસ ઈ ચલણ ભરવા માટે ક્યારે કોલ કરતી નથી. તેમણે કહ્યું કે, પોલીસની ચલણવાળી વેબસાઈટ છે તે વેરિફાઈડ છે અને તેમાં કઈ જગ્યાનો ચલણ છે તે અને ફોટા સહિત વિગતો બતાવે છે અને ઠગાઈ કરાય તે વેબસાઈટ પર એવું કઈ જોવા મળતું નથી એટલે એવી બાબતો નાગરિકોને ચકાસવી જોઈએ તેમજ આપણે સૂઝ બુઝથી જોઈએ તો પણ એ વેબસાઈટ પરથી ખ્યાલ આવી જાય કે, આ ફેક હશે. અને આવી રીતે ઠગાઈના ઘણા કિસ્સાઓ બન્યા પણ છે.

(7:30 pm IST)