Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

સુરતમાં પેમેન્ટના ખોટા સ્ક્રીનશોર્ટ પાડી છેતરપિંડી કરનાર ભેજાબાજ ઝડપાયો

વેપારીને છેતરવાનો નવો કિમીયો

સુરત: સુરત શહેરમાં OLX પર વેચાતી વસ્તુ લઈ રૂપિયા આપવામાં ઓનલાઇન બેન્કિંગનો ઉપયોગ કરી ખોટા પેમેન્ટના સ્ક્રીનશોર્ટ પાડી વેચાણ કરનારને બતાવી છેતરપિંડી આચરનાર યુવકને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો હતો. આ આરોપી દ્વારા અગાઉ 12 જેટલા ગુના આચર્યા હતા. જેથી પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ આ આરોપી ઘણા બધા ગુનાઓ આચરી ચૂક્યો હોવાની જાણકારી મળી રહી છે.

 

સુરત શહેરમાં દિવસેને દિવસે છેતરપીંડીના કિસ્સો વધી રહ્યા છે. લોકોને વિશ્વાસમાં લઈ કોઈ પણ પ્રકારે તેમની સાથે વિશ્વાસ ઘાત કરતા હોય છે. તેવા જ એક વિશ્વાસઘાતી ઈસમની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી હતી. આ ઈસમ OLX પર વેચાણ માટે મુકેલી વસ્તુઓ ખરીદવા માટે ગ્રાહક બની વેચાણ અર્થે મુકેલી વસ્તુના માલિકને ફોન કરી તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ જેવી વસ્તુની ખરીદી કરતો હતો. ખરીદી કર્યા બાદ ઓનલાઇન પેમેન્ટ કરવાનું જણાવતો હતો. ત્યારબાદ પેમેન્ટના સ્ક્રીન શોર્ટનું એડિટ કરી નાણાં ટ્રાન્સફર થઈ ગયા તેવો મેસેજ બતાવી દેતો હતી.

 

કાપોદ્રા વિસ્તારમાં પણ આવી જ રીતે છેતરપિંડી આચરી એક વ્યક્તિ પાસેથી લેપટોપની ખરીદી કરી હતી. વેચાણ કરનારને માલુમ થયું કે તેમની સાથે છેતરપીંડી થઈ છે જેથી કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી કાપોદ્રા પોલોસે બાતમીના આધારે આરોપી અમિત કુમાર ભરત હીરપરાને ઝડપી પાડ્યો હતો. આરોપી અગાઉ પણ 11 જેટલા આ પ્રકારના જ ગુના આચરી ચુક્યો છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી એક લેપટોપ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(7:32 pm IST)