Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

વિધાનસભાના આંગણે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન

આદિવાસીઓને પુરતુ બજેટ આપો, યુવાનોને રોજગાર આપો સહિતના બેનરો સાથે

(અશ્વિન વ્‍યાસ), ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભાના પગથી પે આદિવાસીઓને પુરતુ બજેટ આપો, મહાઠગ સાથે સીએમઓને શું સંબંધ?, લાખો યુવાનોને રોજગાર કયારે ?, એસસી, એસટી, ઓબીસી માઈનોરીટીને પુરંતુ બજેટ કેમ નહિં? જેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ તકે કોંગી ધારાસભ્‍ય અમિતભાઈ ચાવડાએ કહ્યું કે આજે સરકાર ૧૦૦ દિવસના કાર્યકાળની ઉજવણી કરી રહી છે. અમે પ્રજાના પ્રશ્નો ઉઠાવ્‍યા પરંતુ સરકારે તેનો જવાબ ન આપ્‍યો. પરીક્ષા આપ્‍યા વગર યુવાન પીએસઆઈ બની જાય છે. તો આઉટ સોર્સીંગ અને કોન્‍ટ્રાકટના નામે શોષણ થઈ રહ્યું છે. ઝવેરી પંચનો રિપોર્ટ કયારે આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણી કરાવો. ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ અને ડ્રગ્‍સ વેચાય છે. હપ્‍તા રાજ ચાલે છે.

તસ્‍વીરમાં અમિતભાઈ ચાવડા, અર્જુનભાઈ મોઢવાડીયા સહિતના આગેવાનો બેનરો સાથે સુત્રોચ્‍ચાર કરતાં નજરે પડે છે.

(4:29 pm IST)