Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

અમદાવાદના માંડલમાં ગોવાણી પરિવાર દ્વારા શ્રીરામચરિત માનસ જ્ઞાનયજ્ઞ

વ્‍યાસાસને કમીજલા શ્રી ભાણ સાહેબની જગ્‍યાના મહંત શ્રી જાનકીદાસજી મહારાજઃ વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશે

રાજકોટ તા. ર૯ :.. અમદાવાદ જીલ્લાનાં માંડલ ખાતે આવેલા શ્રી સ્‍વામીજી આશ્રમ, એસ. ટી. બસ સ્‍ટેન્‍ડ સામે, તા. ૧ થી તા. ૯ એપ્રિલ સુધી શ્રીરામચરિત માનસ જ્ઞાનયજ્ઞનું  આયોજન કમીજલાના શ્રી ભાણ સાહેબની જગ્‍યાના મહંત શ્રી જાનકીદાસજી મહારાજના વ્‍યાસાસને કરવામાં આવ્‍યું છે.

અખિલ બ્રહ્માંડનાં નાયબ રઘુકુળ ભૂષણ ભગવાન શ્રી સીતારામજીની અનંતકૃપા, કુળદેવી શ્રી ભવાની માતાજી તથા પ. પૂ. રામાનંદ સરસ્‍વતીજી મહારાજની કૃપાથી પ.પૂ. સ્‍વામીજીનાં સાનિધ્‍યમાં અનેક જન્‍મો ના પુણ્‍ય ઉદયમાં આવે ત્‍યારે શ્રીરામકથા શ્રવણનો લાભ મળતો હોય છે.

આ લાભ જીવનનાં વાસ્‍તવિક લક્ષ્ય પ્રતિ લઇ જનાર દિવ્‍ય લાભ છે જેથી ભાવિકોને આ રામકથાનો લાભ મળશે.

તા. ૧-૪-ર૩ ને શનીવારે બપોરે ૧ વાગ્‍યે વાત્‍સલ્‍ય નિવાસ, નયનાબેન કિશોરભાઇ ગોવાણી, ચાણકય પાર્ક સોસાયટી, માંડલ ખાતેથી પોથીયાત્રા નીકળશે. અને બપોરે ૩ વાગ્‍યે શ્રીરામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞનું દિપ પ્રાગટય મહંત શ્રી દુર્ગાદાસજી ગુરૂશ્રી તુલસીદાસજી મહારાજ (સાયલા) કરશે.

કમીજલાની શ્રી ભાણ સાહેબની જગ્‍યાના મહંત પૂ. જાનકીદાસજી મહારાજ પોતાની આગવી સંગીતમય શૈલીમાં કથાનું સુમધુર રસપાન તા. ૧ થી તા. ૯ એપ્રિલ સુધી દરરોજ બપોરે ૩ થી ૭ વાગ્‍યા સુધી કરાવશે. કથા શ્રવણ કરવા આવતા દરેક ભકતો માટે દરરોજ સાંજના ૭.૩૦ વાગ્‍યે ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા કરાઇ છે.

મહંત શ્રી જાનકીદાસજી મહારાજનાં વ્‍યાસાસને આયોજીત શ્રીરામચરિત માનસમાં તા. ૪ ને મંગળવારે શ્રીરામ વિવાહ, તા. ૭-૪-ર૩ ને શુક્રવારે શ્રી ભરત મિલાપ, તા. ૮ ને શનીવારે શ્રી રામેશ્વર ભગવાનની  સ્‍થાપના તથા તા. ૯-૪-ર૩ ને રવિવારે શ્રીરામ રાજયભિષેક સાથે કથા વિરામ લેશે.

શ્રીરામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા સ્‍વ. લલીતાબેન રણછોડભાઇ ગોવાણી પરિવારનાં જસવંતલાલ રણછોડભાઇ ગોવાણી (મો. ૯૪ર૭૬ ૭પપ૭૯, કિશોરઇ રણછોડભાઇ ગોવાણી (મો. ૯૪ર૭૩ ર૮૬ર૮), જયેન્‍દ્રભાઇ રણછોડભાઇ ગોવાણી (મો. ૯૪ર૭૦ ૬૯૪૯૮), ભાવિન કિશોરભાઇ ગોવાણી (મો. ૯૯૭૯૬ ૬૪૪૬૬), અર્જુન કિશોરભાઇ ગોવાણી (૯૬૧૧ર ૦૭પ૮ર), કરણ જયેન્‍દ્રભાઇ ગોવાણી (મો. ૯૭ર૬૧ ૯૦૧૯૦) અને નિરવ જશવંતભાઇ ગોવાણી (મો. ૯૭૩૭૯ ૮૭પપ૭), સહિત ગોવાણી પરિવારે આમંત્રણ  પાઠવ્‍યું છે.

ગોવાણી પરિવાર દ્વારા દાન-ભેટ કે સોગાદ અને સ્‍વાગતને અસ્‍વીકારને ક્ષમ્‍ય ગણશો.

આપણી આશિર્વાદક  ઉપસ્‍થિતી અને તન, મન, ધન થી કરેલી સેવા એ જ અમારે મન સર્વસ્‍વ છે તેમ જણાવાયું છે.

(11:38 am IST)