Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

રાજપીપળા જનરલ હોસ્પિટલ જવાના હાઇવે માર્ગ પર બમ્પ ક્યારે બનશે..?? : મોટી દુર્ઘટના સર્જાઈ તેવો ભય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા જનરલ હોસ્પિટલ જવાના મુખ્ય માર્ગ ઉપર બમ્પ જરૂરી જણાઈ છે કેમકે આ જગ્યા પર અકસ્માતનો ખતરો મંડરાઇ રહ્યો છે

રાજપીપળા વડીયા પેલેસ આગળ આવેલી જનરલ હોસ્પિટલ હાઇવે માર્ગ ઉપર લઇ જતા ત્યાં દરરોજનાં હજારો વાહનો આવતા જતા હોય છે જેમાં એસટી બસો તોતિંગ હાઇવા ટ્રકો સહિત અનેક નાના મોટા વાહનો પૂરપાટ જતા આવતા હોય તેવા સમયે હોસ્પિટલ માં આવતા જતા દર્દીઓ ને અકસ્માત થવાનો ખતરો જણાઈ આવે છે માટે તંત્ર એ આ માટે હોસ્પિટલ ની બહાર બંને તરફ બમ્પ બનાવવા જોઈએ તેવી લોક માંગ છે જો આ જગ્યા પર વહેલીતકે બમ્પ નહિ બનાવાઈ તો ક્યારેક મોટા વાહનો દ્વારા અકસ્માત માં કોઈ નો જીવ જાય તેવો ભય છે માટે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા ત્યાં બમ્પ બનાવી લોકોનાં જીવનું રક્ષણ થાય એ જરૂરી છે .

 

(11:26 pm IST)