Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

વડોદરાની કોલેજમાં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા વિદેશી યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી]

વડોદરા:પારૃલ કોલેજમાં  હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા વિદેશી યુવાનનુ ંરહસ્યમય સંજોગોમાં મોત થયું છે.જે અંગે વરણામા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,મૂળ ભૂતાનનો ૨૪ વર્ષનો કિનલે ફુનાત્સો શેરલ પારૃલ કોલેજમાં છેલ્લા બે વર્ષથી હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતો હતો.અને હાલમાં વાઘોડિયાના ખટંબા ગામે સેફ્રોન  રેસિડેન્સીમાં રહેતો હતો.ગઇકાલે રાતે ઊંઘી ગયા પછી આજે સવારે તેના મિત્રો તેને ઉઠાડવા ગયા ત્યારે તે ઉઠયો નહતો.બેભાન જેવા લાગતા કિનલે ને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.પરંતુ,ડોક્ટરે તેને મૃત જાહેર  કર્યો હતો.મોતનું કારણ જાણવા માટે વિશેરાના સેમ્પલ લઇને ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.જોકે,પોલીસે અને ડોક્ટરે  પ્રાથમિક નિરીક્ષણ પછી યુવાનનું મોત કુદરતી રીતે થયું હોવાનું જણાવ્યું છે.ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી જ મોતનું સાચુ કારણ જાણી શકાશે.યુવાનનો મૃતદેહ તેના વતન ભૂતાન મોકલી આપવા માટે એમ્બેસીનો સંપર્ક કરીને મૃતદેહને એમ્બ્યુલન્સમાં મુંબઇ  લઇ જવામાં આવ્યો છે,જ્યાંથી ફ્લાઇટમાં  ભૂતાન લઇ જવામાં આવશે.

 

(7:59 pm IST)