Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

મહુધા-સલુણ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાર ઈજાગ્રસ્ત

મહુધા:ની ફિણાવ ભાગોળ તેમજ સલુણ રોડ પર સર્જાયેલા અકસ્માતમાં ચાર જણાંને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ પીજ રોડ ઉપર રહેતા જીતેન્દ્રકુમાર અંબાલાલ ગજ્જર ગત તા.૧૫-૦૧-૧૮ના રોજ સબંધીના એક્ટિવા નં. જીજે-૨૩, બીેજે-૬૫૭ ઉપર બેસી મહુધા - કઠલાલ રોડ પરથી જઈ રહ્યાં હતાં ત્યારે ફીણાવ ભાગોળ નજીક પૂરપાટ ઝડપે આવેલ ઈકો ગાડીએ એક્ટિવાની ઓવરટેક કરી એક્ટિવા સાથે અથડાવી હતી. જેથી એક્ટિવા ચાલક તથા જીતેન્દ્રકુમાર ગજ્જરને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જીતેન્દ્રકુમાર અંબાલાલ ગજ્જરની ફરીયાદ આધારે મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં નડિયાદ તાલુકાના સલુણ તળપદમાં રહેતાં વિરેન્દ્રસિંહ અજીતસિંહ ગોહેલ ગત તા.૧૬-૦૧-૧૮ ના રોજ મોટરસાયકલ નં જીજે ૦૭ સીજે ૨૧૫૫ લઈને સલુણ શંકરપૂરા રોડ પરથી જઈ રહ્યાં હતાં ત્યારે પૂરઝડપે આવેલ રીક્ષા નં જીજે ૦૭ એટી ૩૩૧૪ એ રોંગ સાઈડ હંકારી મોટરસાયકલ સાથે અથડાવી હતી. જેથી બાઈકચાલક વિરેન્દ્રસિંહ ગોહેલ તેમજ પાછળ બેઠેલ અલ્પેશભાઈને ઈજા થઈ હતી. આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસ મથકમાં રીક્ષાચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.

(5:17 pm IST)