Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

આફ્રિકામાં નીલકંઠ પટેલના બાઇકને મોટરે ઉલાળતા કરૂણ મૃત્યું

આફ્રિકામાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરતા મુળ આણંદના ઉમરેઠના યુવાન નીલકંઠ પટેલનું કારની હડફેટે કરૂણ મોત : પત્ની અને ૮ માસના બાળક સાથે આફ્રિકા સ્થાયી થયેલ નીલકંઠના મૃત્યુથી પરિવારમાં શોક : મૃતદેહ ઉમરેઠ લાવવા કાર્યવાહીઃ ૬ વર્ષથી આફ્રિકા હતા

આણંદના ઉમરેઠ તાલુકાના ભાટપુરા ગામમાં આવેલા યમુનાપાર્ક સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઇ પટેલ તથા નયનાબેનનો ૩૨ વર્ષીય પુત્ર નીલકંઠ પટેલ છેલ્લા ૬ વર્ષથી તેની પત્ની સોનલબેન તથા આઠ માસના પુત્ર સમર્થ સાથે આફ્રિકાના દારેસલામ શહેરમાં રહેતો અને જીલનસન ફાર્મસી કંપનીમાં માકર્િેર્ટંગ મેનેજર તરીકે નોકરી કરતો હતો. નિલકંઠની ઓફીસ તેના ઘરથી માત્ર ૫ કિલોમીટર દુર હતી  નિલકંઠ પટેલ પોતાની બાઇક લઇને નોકરી જવા રવાના થયો હતો. જયા ઘરથી થોડેક જ દુર નિલકંઠ પોતાની બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યાં તો પુરપાટ ઝડપે આવી રહેલી કાર ચાલકે નિલકંઠને અડફેટે લેતા તે હવામાં ફંગોળાઇ જમીન પર પટાકાયો હતો  જોકે નિલકંઠના અંતિમ સંસ્કાર ઉમરેઠ ખાતે કરવામાં આવશે

(3:35 pm IST)