Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

રુપાલા વિરુદ્ધ ક્ષત્રિયનો આક્રોશ હવે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પ્રસર્યો: 28મીએ બારડોલીમાં ક્ષત્રિય મહા સંમેલનનું આયોજન

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષત્રિય સભા :વેલાછા સહિત આજુબાજુના ગામના ક્ષત્રિયો મોટી સંખ્યામાં ક્ષત્રિય સભામાં હાજર રહ્યા

રાજકોટ લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રુપાલાના વિવાદી નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો હતો અને રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી જોકે રાજકોટ લોકસભા સીટ પરથી પરસોતમભાઇ રૂપાલા યથાવત રહેતા રૂપાલા  વિરુદ્ધ ક્ષત્રિયનો આક્રોશ હવે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પ્રસર્યો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષત્રિય સભા યોજાઈ રહી છે. આગામી 28 તારીખે બારડોલીમાં ક્ષત્રિય મહા સંમેલનનું આયોજન કરાયું છે. વેલાછા સહિત આજુબાજુના ગામના ક્ષત્રિયો મોટી સંખ્યામાં ક્ષત્રિય સભામાં હાજર રહ્યા હતા.

(9:27 pm IST)