Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

દમણના દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવાયું : હજુ આગામી4 દિવસ દરિયો તોફાની રહેવાની શક્યતા

પર્યટકોને પણ દરિયા કિનારા નજીક જવા પર મનાઇ ફરમાંવી :સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા તંત્ર દ્વારા માછીમારોને આદેશ જારી

દમણનો દરિયો પણ તોફાની બનતા તંત્ર દ્વારા દરીયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા તંત્ર દ્વારા માછીમારોને આદેશ જારી કરવામાં આવ્યા હતા અને પર્યટકોને પણ દરિયા કિનારા નજીક જવા પર મનાઇ ફરમાંવી દેવામાં આવી હતી. હજુ આગામી 4 દિવસ દમણનો દરિયો તોફાની રહેવાની શક્યતા સેવાઇ રહી છે.આથી મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી

(1:04 am IST)