Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

આમલેથા ગામે નજીવી બાબતે માથાકુટ બાદ લોખંડનો સળિયો માથામાં મારી ઇજા કરતા 3 સામે ફરિયાદ દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામમાં નજીવી બાબતે માથામાં સળિયો મારી ઇજા કરતા આમલેથા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત માહિતી મુજબ સતિષભાઇ વજેસીગભાઈ વસાવા( રહે આમલેથા સડક ફળિયા )એ આપેલી ફરિયાદ અનુસાર આજે સવારે તેઓ પોતાનું મોસા.લઈ આમલેથા ગામમાં મરણમાં જવા નીકળેલા તે વખતે પાડોશમાં રહેતા લોલિયાભાઈ પ્રતપભાઈ વસાવા અને તેમના બહેન મમતાબેન ત્યાં દોડી આવી કહેવા લાગેલ કે ગામનો દાદો થઇ ગયેલ છે . બધાને ગમે તેમ બોલ્યા કરે છે તેવું કહેતા સતિષભાઇ એ કહેલું કે ગામમાં હું કોઇને કઈ બોલતો નથી તુ મારા ખોટા અક્ષેપો કેમ કરે છે એમ કહેતા ત્યાં લોલિયાભાઈનાં માતા સૂરજ બેન પણ ત્યાં આવી આ ત્રણેય જણાએ ગમેતેમ ગાળો બોલી લોલિયાએ લોખંડના સળિયો લઈ આવી માથામાં તથા જમણા હાથની કોણીના ભાગે મારી ઇજા કરી તેમજ આ ત્રણેયએ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે.

(10:06 pm IST)