Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અમેરિકા પધારતા ન્યુયોર્ક સીટીમાં ભવ્ય સ્વાગત કરતા ભકતો

અમેરિકા તા. ૨૮ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી સંતમંડળ સાથે અમેરિકાની સત્સંગ યાત્રાએ પધાર્યા છે. અમેરિકાની યાત્રા દરમિયાન પૂજ્ય સ્વામીજી ન્યુયોર્ક સ્ટેટ પધાર્યા હતા. અહીં સૌમિક પટેલ (શનિ) એસ્પ્રિન કંપનીવાળા વગેરે મિત્રોએ યોજેલી સત્સંગ સભામાં પૂજ્ય સ્વામીજીએ ભક્તો સાથે હિન્દુ ધર્મ વિશે વિશદ ચર્ચા કરી હતી.
પૂજ્ય સ્વામીજીએ ભક્તોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આપણો પુરાતનીય હિન્દુ ધર્મ આજના જ્ઞાન-વિજ્ઞાનથી ભરપૂર છે. જ્યાં આજનું વિજ્ઞાન અટકે છે ત્યાંથી આપણા શાસ્ત્રો પ્રારંભ કરે છે. વેદ-પુરાણો અનેક રહસ્યોથી ભરેલા છે. જેને સમજવા આજની ભૌતિક વિદ્યાની સાથે અધ્યાત્મવિદ્યાની પણ જરૃર પડે છે.  - કનુ ભગત

(6:16 pm IST)