Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

અમદાવાદમાં ગુજરાત-મુંબઇ વચ્‍ચેના મેચમાં મેદાનમાં ઘુસી ગયેલા શ્વાન સાથેના સુરક્ષા-કર્મચારીઓના વર્તન પર ઉહાપોહ, એનિમલ એકિટવિસ્‍ટોએ ઉઠાવ્‍યો અવાજ

અમદાવાદ : અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં રવિવારે ગુજરાત ટાઇટન્‍સ અને મુંબઈ ઇન્‍ડિયન્‍સ વચ્‍ચેની મેચ દરમ્‍યાન મેદાનમાં એક શ્વાન ઘૂસી ગયો હોવાનો વિડિયો સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થયો હતો. કેટલાક તહેનાત સુરક્ષા-કર્મચારીઓ સહિત ઘણા લોકો બાઉન્‍ડરીલાઇન પાછળ શ્વાનને લાત મારીને ભગાડવાનો પ્રયત્‍ન કરી રહ્યા હતા. આ ઘટના પર PETA ઇન્‍ડિયા, સ્‍ટ્રીટ ડોગ્‍સ ઓફ બામ્‍બે અને ઘણા એનિમલ એક્‍ટિવિસ્‍ટોએ વિરોધ વ્‍યક્‍ત કર્યો છે.

PETA ઇન્‍ડિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે ખોવાયેલા અને મૂંઝાયેલા શ્વાનને રોકવા, લાત મારવા અને મુક્કા મારવાના નિંદનીય અને ૧૦૦ ટકા અયોગ્‍ય કળત્‍યની અમે સખત નિંદા કરીએ છીએ. કૂતરો અજાણતાં સ્‍ટેડિયમમાં ઘૂસી ગયો હતો અને કદાચ આટલા લોકોને જોઈને ડરી ગયો હતો. એનિમલ એક્‍ટિવિસ્‍ટોએ જણાવ્‍યું કે આ પ્રકારનું વર્તન નિર્દોષ શ્વાન પ્રત્‍યે માત્ર ક્રૂરતા નથી, પરંતુ એક દુખદ ઘટના પણ છે. મેદાન પર પ્રાણીઓ ઘૂસવાની ઘટના અનેક વાર બને છે. આવી પરિસ્‍થિતિમાંથી માનવીય રીતે એને કઈ રીતે બહાર કાઢવો એ વિશે ફ્રડ સ્‍ટાફ માટે થોડી તાલીમ હોવી જોઈએ જેથી શ્વાનને કે એના થકી અન્‍ય કોઈને ઈજા ન થાય.

(4:06 pm IST)