Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

મેરેથોન મિટિંગનું એક્‍શનનું રીએકશન ૨૪ કલાકમાં આવ્‍યું

ગાંધીનગરની મુખ્‍યમંત્રી, ગૃહ મંત્રી, મુખ્‍ય પોલીસ વડા સહિત વિવિધ વિભાગોના ટોચના અધિકારીઓની બેઠક કાગળ પર્‌ રહેવાને બદલે તુરંત અમલી બન્ની ભગવાન દ્વારકાધીશના દર્શન કરી મુખ્‍યમંત્રી, ગૃહમંત્રી મેગા ઐતિહાસિક ડીમોલેશન અંગેની માહિતી ઊતર સૌરાષ્ટ્રના વડા અશોક કુમાર યાદવ પાસેથી મેળવશેઃ ડ્રગ, હથિયારો , બનાવટી નોટોની હેરાફેરી અટકાવવા પોલીસ સાથે દરિયાઇ વિસ્‍તારના લોકોને જાસૂસ જેવી રાજકોટ રેન્‍જ હેઠળ આપતી તાલિમ અંગે જાણકારી મેળવી તેની વ્‍યાપ રાજય વ્‍યાપી બનાવશે : વિવિધ સરકારી વિભાગોના ટોચના અધિકારીઓની બેઠકનું અદભૂત સંકલનની કાબિલેદાદ કામગીરી લો એન્‍ડ ઓર્ડર વડા દ્વારા થયું,આઇબી વડા અનુપમસિહ દ્વારા દરિયાઇ યુનિટની તાકીદે એડવાયઝરી જાહેર

 

રાજકોટ તા.૨૮: ગુજરાતના વિશાળ દરિયા કિનારાને સરહદ માફક સલામત રાખવા માટે ગાંધીનગરમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, લો એન્‍ડ ઓર્ડર વડા  નરસિહમા કોમાર,આઇબી વડા અનુપમસિહ ગેહલોત, રાજકોટ રેન્‍જ વડા અશોકકુમાર યાદવ અને વિવિધ સરકારી વિભાગના ટોચના અધિકારીઓની મળેલ સવારે ૧૦.૩૦ થી મોડી સાંજ સુધી ચાલેલ બેઠક કાગળ પર્‌ રહેવાને બદલે તેની તુરંત અમલવારી કરવાના ભાગરૂપે મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને ગ્રહ મંત્રી હર્ષ ભાઈ સંઘવી પોતાના નિર્ધારિત કાર્યક્રમો રદ કરી જયા બે તબક્કે ધાર્મિક સ્‍થળ આસપાસના ડીમોલેશન રદ થયા તેવા દેવભૂમિ દ્વારકા તથા હર્ષદ માતા મંદિરની મુલાકાતે આવી રહ્યા હોવાથી રાજકોટ રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવના સૂચન પગલે, પગલે પોલીસ દ્વારા બંદોબસ્‍ત સહિત તમામ માહિતી સાથે સજ્જ બન્‍યાનું સૂત્રો જણાવે છે.                                      

ઉકત મેરેથોન બેઠકમાં ડ્રગ્‍સ, ગેર કાયદે હથિયાર, બનાવટી નોટો અને ધાર્મિક સ્‍થળો આસપાસ થતાં દબાણો અંગે ચિંતા વ્‍યકત કરવામાં આવી હતી. એજ રીતે દ્વારકા, હર્ષદ માતા મંદિર આસપાસ ખૂબ કુનેહપૂર્વક પોલીસ દ્વારા જે રીતે  તંત્ર સાથે રહી દબાણો દૂર કરવામાં આવ્‍યા તેની પ્રસંશા થયેલ.

અત્રે એ યાદ રહે કે સમગ્ર મેરેથોન બેઠકનું આખું સંકલન અને માળખું દ્યડવામાં રાજયના લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર દ્વારા ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે,આઇબી વડા અનુપમસિહ ગેહલોત દ્વારા પણ મરેથોન બેઠક બાદ રાજયભરના પોતાના સરહદી, દરિયાઇ યુનિટને વધુ સક્રિયતા રાખવા અને તમામ અપડેટ પોતાને મોકલવા આદેશ આપ્‍યા છે.     

સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને ગૃહ મંત્રી હર્ષ ભાઈ સંઘવી ઊતર સૌરાષ્‍ટ્રના વડા એવા રાજકોટ રેન્‍જ વડા અશોક કુમાર યાદવ કે જેઓ દ્વારકા જવા રાજકોટથી નિકળી ગયા છે તેઓ પાસેથી ડીમોલેશનની વિગતો સાથે દરિયાઇ વિસ્‍તારના લોકોને જાગૃત કરી શંકાસ્‍પદ તત્‍વો પર્‌ નજર રાખવા જે રીતે જાસૂસ જેવી તાલીમ આપવામાં આવે છે તેની માહિતી મેળવી આ યોજનાનો વિસ્‍તાર કરવા અર્થ મેળવશે.  દ્વારકા એસપી નીતેશ પાંડે, ડીવાયએસપી સમિર સારડા, હાર્દિક પ્રજાપતિ સહિત એલસીબી સ્‍ટાફ વિગેરે પણ સાથે રહેનાર હોવાનું સૂત્રો જણાવે છે.

(12:05 pm IST)