Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ગોધરાથી અમદાવાદ જતી ટ્રાવેલ્સમાં અમદાવાદી મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા તપાસ શરૂ

ગોધરા:શહેરથી અમદાવાદ જતી પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સ જી.જે. ૧૭ ઉ ૧૦૧૭માં રૃપલબેન મહેશભાઈ ચૌહાણ ઉં.વ. ૪૦ રહે. અમદાવાદ (જમાલપુર)નામની મહિલા તે જેઓ મંગળવારે ગોધરાથી અમદાવાદ જતી ટ્રાવેલ્સમાં અમદાવાદ જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક ડાઈજેક ફાર્મ જેવી ગોળીઓ વધુ પ્રમાણમાં લઈ લેતા બેભાન થઈ ગયા હતા.

બાજુમાં બેઠેલા પેસેન્જરે તાત્કાલિક ડ્રાઈવર ભગવતભાઈને જાણ કરતા તુરત જ સેવાલિયા ખાતે આવેલ સરકારી દવાખાનામાં લઈ ગયા હતા ત્યાં હાજર ડો. શ્રેયાબહેન પટેલીયાએ તાત્કાલિક સારવાર આપી હતી ત્યારબાદ તેઓએ ૧૦૮ને જાણ કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સ બાલાસિનોરથી આવવામાં મોડું થયેલ જેથી હાજર ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો.

નવરચિત ગળતેશ્વર તાલુકામાં અગાઉ ૧૦૮ ફાળવેલ હતી પરંતુ કોઈ કારણોસર છેલ્લા કેટલાય સમયથી અહીંયાથી બીજે લઈ જવાતા આ તાલુકામાં ૧૦૮ની સેવા મળતી બંધ થઈ ગઈ હતી. આ અંગે સેવાલિયા પાલી પંચાયત દ્વારા મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. અંબાવથી સેવાલિયા એક્સિડેન્ટ ઝોન જાહેર કરેલ છે. અવારનવાર આ રોડ ઉપર નાના મોટા અકસ્માતોની વણઝાર ચાલુ હોય છે પરંતુ ૧૦૮ ન હોવાના કારણે સમયસર દર્દીને દવાખાને ન પહોંચતાં જીવ ગુમાવવાનો વારો આવે છે. આ અંગે સેવાલિયાના ગ્રામજનો દ્વારા ૧૦૮ ન મળે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જો કે આ મહિલાને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

(5:50 pm IST)