Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

૩ કિલોમિટરો ચાલીને ઊંચા પહાડ પર ચડીને ભણવું પડે છે

વલસાડના કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ દુર્ગમ

વલસાડ,તા. ૨૭: સમગ્ર દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે લોકડાઉન જેવો માહોલ હતો. સાત મહિના સુધી ચાલેલા આવા માહોલ બાદ હવે ધીરે ધીરે પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે. જોકે છેલ્લા સાત મહિનાથી દેશભરમાં અને રાજયભરમાં શૈક્ષણિકસ્થાઓ બંધ હોવાથી અત્યારે ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જેથી શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ દ્યરે બેઠા ઓનલાઇન શિક્ષણનો લાભ લઇ શકે છે. પરંતુ રાજયના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા તાલુકાના બાળકોએ ઓનલાઇન શિક્ષણ માટે પોતાના ઘરથી કિલોમીટરો દૂર બેથી ત્રણ કિલોમીટર દૂર જંગલ અને પહાડીઓ ખૂંદી અને ઊંચા પહાડ પર ખુલ્લા આકાશ કે જંગલમાં બેસી ઓનલાઇન શિક્ષણ લેવા મજબૂર થઈ રહ્યા છે.

રાજયના છેવાડે આવેલો વલસાડ જિલ્લો અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે. વલસાડના અંતરિયાળ વિસ્તારમાં ૯૦ ટકા આદિવાસી વિસ્તાર છે. કપરાડા પહાડોથી દ્યેરાયેલ છે. પહાડી વિસ્તાર હોવાથી આ વિસ્તારના અનેક સમસ્યાઓ છે. આથી કપરાડા વિસ્તાર ના છેવાડાના વિસ્તારોમાં આજે પણ સ્થાનિક લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.. જોકે છેલ્લા છેલ્લા સાત મહિનાથી કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન જેવી પરિસ્થિતિને કારણે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ છે. આથી અત્યારે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે કપરાડા વિસ્તારમાં મોબાઈલ નેટવર્કની સુવિધા ન હોવાથી આ વિસ્તારના બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી રહ્યા છે.. નેટવર્ક ની શોધમાં બાળકોએ પોતાના દ્યરથી દૂર જંગલમાં ટેકરીઓ પર ભટકવું પડે છે. અને જંગલમાં રખડી અને ડુંગરોની ટેકરીઓ પર ચડી અને મહામુસીબતે જયાં નેટવર્ક મળે તે જગ્યાએ બેસી અને જંગલમાં ખુલ્લા આકાશ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર થઈ રહ્યા છે.

(12:59 pm IST)