Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી લોકોને રાહત મળશે

ઉત્તર અરેબિયન સાગરમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે:ત્રણ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચન

અમદાવાદ :ગુજરાતમાં હવામાન વિભાગની(IMD)આગાહી મુજબ આગામી પાંચ દિવસ વાતાવરણના કોઇ ફેરફારનો અવકાશ નથી. તેમજ શનિવારથી આવતીકાલથી વાદળછાયુ વાતાવરણ નહીં રહે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં એકથી બે દિવસમાં સત્તાવાર ચોમાસુ બેસી જશે. જો કે આગામી 5 દિવસ ગરમીથી લોકોને રાહત મળશે.આ ઉપરાંત રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર અરેબિયન સાગરમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે..જેના પગલે ત્રણ દિવસ એટલે કે આજથી ત્રણ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે.

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના પ્રારંભ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળે વરસાદ પડ્યો એ દરમિયાન ગાંધીનગરમાં પણ વરસાદની તૈયારીને લઈ તંત્ર દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી.જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.આ ઉપરાંત આર્મી, નેવી, NDRF અને હવામાન વિભાગના અધિકારી પણ જોડાયા..હવામાન વિભાગે ચાલુ વર્ષે 15 જૂનથી ચોમાસું બેસવાની અને સામાન્ય રહેવાની આગાહી વ્યક્ત કરી છે.. અને ચોમાસા દરમિયાન જાન-માલની કોઈ ખુવારી ન થાય અને પ્રજાને કોઈ તકલીફ ન પડે તે માટે ચર્ચા થઈ આ માટે સિંચાઈ, મહેસૂલ, ગૃહ વિભાગની સાથે જ રાહત કમિશનર પણ આ બેઠકમાં જોડાયા.

આમ ચોમાસા પહેલાંની તૈયારીમાં તંત્ર જોડાઈ ગયું છે…અને ખાસ કરીને હવે 15 જૂનથી ચોમાસુ બેસવાની આગાહી છે ત્યારે હવે રાત થોડીને વેશ ઝાઝા જેવી સ્થિતિ છે…આશા રાખીએ કે તૈયારી એવી થાય કે જેનાથી લોકોને ચોમાસામાં હેરાનગતિ ઓછી થાય…અને પાણીનો પણ વ્યવસ્થિત સંગ્રહ થાય તો ખેડૂતોને પણ મુશ્કેલી ઓછી થાય.

 

 

(7:29 pm IST)