Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

વીરપુરમાં ખુલ્લી ગટરોથી ગંદકી વધતા રોગચાળાની સાથે અકસ્માતનો ભય

વીરપુર : વીરપુર નગરમાં રોડની બાજુમાં ઠેર ઠેર ખુલ્લી ગટરોના કારણે ગંદકી ગંદકી વધી છે તથા ખુલ્લી ગટરોના કારણે મોટો અકસ્માત થવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. તંત્ર તરફ ધ્યાન આપી સત્વરે ખુલ્લી ગટરો બંધ કરવાનું અને ગંદકી હટાવવાનું કામ શરૂ કરે તેવી સ્થાનિકોની માંગણી છે.

વીરપુર નગરમાં લાખો રૂપિયા ખર્ચ કરીને ઠેર ઠેર ગટર લાઈનો બનાવામાં આવેલી છે પરંતુ તે ગટર લાઈનો ખુલ્લી હોવાને કારણે અકસ્માત થવાના અને ગંદકી ફેલાવાનો ભય રહેલો છે. રસ્તા પર સામેથી કોઈ મોટુ વાહન આવે અને સાઈડ આપવામાં સેજ પણ ભૂલ ચૂક થાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેમ છે. 

વીરપુર નગરની અંદર અનેક જગ્યાએ ખુલ્લી ગટરો જોવા મળે છે. પ્રકારની ખુલ્લી ગટરોને કારણે સરકારના નાણાંનો સરેઆમ વેડફાટ થઈ રહ્યો હોય તેમજ ખુલ્લી ગટરો બંધ કરવા માટે તંત્ર અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું હોય તેમ સ્થાનિક રહિશોમાં ચર્ચા છે. 

નગરના રહીશોની માંગણી છે કે સત્વરે ખુલ્લી ગટરોનો યોગ્ય ઝડપી નિકાલ લાવવામાં આવે જેથી કરીને જનતા હેરાન પરેશાન થાય.

(7:11 pm IST)