Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

છેલ્લા 10 મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ હોવા છતાં આખા વર્ષની ઉઘરાવવા સામે કોંગ્રેસને વાંધો: ધરણાંની ચીમકી

ઉચ્ચ શિક્ષણ મેળવતા પાંચ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તાત્કાલીક એક સત્ર ફી માફીની માંગ

ગાંધીનગર: કોરોના મહામારીની સૌથી વધુ અસર શિક્ષણ વ્યવસ્થા પર પડી છે. 10 મહિના જેટલા સમયથી કોલેજો- શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ છે. સંચાલકોને વિજળી, વહીવટી કે મેઇન્ટેનન્સ, લેબોરેટરી સહિતના કોઇપણ પ્રકારના ખર્ચ થયા નથી, તેમ છતાં સમગ્ર વર્ષની ફી વસૂલવાના નિર્ણય સામે કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો છે. મંદી, મોંઘવારી અને મહામારીના કપરા સમય વચ્ચે ફી વધારો સ્થગિત કરીને એક સત્રની ફી માફીનો નિર્ણય જાહેર કરવા મુખ્યમંત્રીને વિનંતી કરી છે. નહીં તો આ માટે કોંગ્રેસ પક્ષને આગામી દિવસોમાં ધરણાં કરવા પડશે તેવી ચીમકી આપી છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ ગુજરાતના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મંદી, મોંઘવારી અને મહામારી વચ્ચે રાજયની ખાનગી મેડિકલ કોલેજોએ આ વર્ષની ફીમાં 10 હજારથી 83 હજારનો વધારો ઝીંક્યો છે, તે કેટલાં અંશે વ્યાજબી છે. ફી ઘટાડાની જયારે અતિ જરૂરિયાત છે તેવા સમયે ફી વધારો ઝીંકીને સામાન્ય- મધ્યમવર્ગની મુશ્કેલીમાં ઉમેરો થયો છે. ત્યારે તાકીદે ફી વધારો સ્થગિત કરવામાં આવે તે જરૂરી છે. રાજય સરકાર શા માટે ખાનગી કોલેજોના સંચાલકોની વકીલાત- તરફેણ કરી રહી છે તેવો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે.

આ અંગે મુખ્યમંત્રીને ત્રીજી વખત રિમાઇન્ડર કરતાં વધુમાં ડો. દોશીએ જણાવ્યું છે કે, રાજયમાં છ સરકારી, સોસાયટીની આઠ અને સેલ્ફ ફાઇનાન્સ 15 કોલેજમાં 5500 બેઠકો છે. સરકારી કોલેજમાં 25,000 વાર્ષિક ફી, સોસાયટીની કોલેજમાં 3.50થી 15 લાખ અને અને સેલ્ફ ફાઇનાન્સમાં 8 લાખથી 28 લાખ સુધીની ફી વસૂલવામાં આવી રહી છે. કોરોના મહામારીમાં 21 માર્ચથી શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ છે. ડિસેમ્બર મહિનો પુર્ણ થયા પછી હજુ કયારે શિક્ષણ શરૂ થાય તે અંગે અનિશ્ચિતતા છે. આ સંજોગોમાં જયારે શિક્ષણ જ 10 મહિના જેટલા સમયથી સંપૂર્ણ બંધ છે, ત્યારે મેડિકલ કોલેજો સહિતની સંસ્થાઓમાં વહીવટી ખર્ચ સહિતના ખર્ચાઓ થયા નથી.

(10:10 pm IST)
  • દિલ્હી હિંસા બાદ કેન્દ્ર સરકાર એકશન મોડમાં: ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી, નરેન્દ્રભાઇ મોદી સાથે પણ કરી શકે છે મુલાકાત, કડક કાર્યવાહીના અપાઇ શકે છે નિર્દેશ access_time 11:50 am IST

  • કલેકટરે ખેડૂતોને ૪૧ પ્રશ્નો અંગે આચાર-સંહિતા સંદર્ભે મીટીંગની 'ના' પાડી દિધી : ભારતીય કિસાન સંઘ આજે ૪૧ પ્રશ્નો અંગે કલેકટર સમક્ષ દોડી આવ્યું હતું: મીટીંગ થનાર હતી પરંતુ કલેકટરે પ્રશ્નોનો કાગળ લઇ આચાર સંહિતા હોય મીટીંગ અને પ્રશ્નોના 'નિકાલ' અંગે હાલ ના પાડી દીધીઃ રાજય ચૂંટણી પંચનું માર્ગદર્શન લઇ બાદમાં મીટીંગ યોજાશે access_time 3:35 pm IST

  • IPLનું ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓકશન : આઈપીએલ ૨૦૨૧નું ઓકશન ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે : મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ, કોલકતા સહિત ૮ ટીમો તેમાં ભાગ લેશે : તાજેતરમાં જ દરેક ટીમોએ પોતાના ખેલાડીઓને રીલીઝ અને રીટર્ન કર્યા છે access_time 4:08 pm IST