Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

ધાનેરામાં નોકરીની લાલચ આપી ૪ નરાધમોએ યુવતી પર કર્યો ગેંગરેપ : યુવતીએ કરી પોલીસ ફરિયાદ

ધાનેરા : બનાસકાંઠાના ધાનેરામાં નોકરીની લાલચ આપી ૪ નરાધમોએ યુવતી ગેંગરેપ કર્યાની ઘટના ભાર આવી છે. ધાનેરાના કોટડા ગામની યુવતી પર 4 યુવકોએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ થયો છે.

યુવતીએ પોલીસ સુપ્રિમોને ફરિયાદ કરી છે.. તો યુવતીના પરિવારજનો ન્યાય મેળવવા માટે પોલીસ મથક પહોંચ્યા હતા અને આ યુવતીએ ફરિયાદ નીન્ધાવી હતી. યુવતીની જરૂરિયાતનો લાભ ઉઠાવીને હવસખોર નરાધમોએ યુવતીની જીંદગી રગદોડી નાખી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

(11:26 pm IST)