Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

કાંકરેજ:બનાસ નદીમાં ગેરકાયદે રેત ખનન કરતી ટ્રક ઝડપાઇ

બનાસકાંઠાઃ જિલ્લાનાં કાંકરેજ બનાસ નદીનાં પટ પર ગેરકાયદેસર રેત ખનન થતાં નાયબ કલેકટરે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર રીતે રેતીની હેરફેર કરતી ટ્રક ઝડપી પાડવામાં આવી છે.

નોંધનીય છે કે રોયલ્ટી ભર્યા વગર આ રેતીની હેરફેર થતી હતી. જેથી નાયબ કલેકટરે ગેરકાયદેસર રેત ખનન મામલે કાર્યવાહી હાથ ધરતા રેતી ચોરોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે. ગેરકાયદેસર રીતે રેતીની હેરાફેરી કરનાર 3 ટ્રકોની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે નદીનાં પટ કે કોઇ એવી જગ્યા હોય કે જ્યાં પરમીશન જરૂરી છે તો તેનાં માટે રોયલ્ટી ભવી જરૂરી છે. પરંતુ અહીં બનાસ નદીનાં પટ પર ગેરકાયદેસર રીતે રોયલ્ટી ભર્યા વગર રેતીની હેરાફેરી કરવામાં આવતી હતી. જે મામલે તેની ધરપકડ કરાતા આ મામલે નાયબ કલેક્ટરે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:43 pm IST)