Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

અમદાવાદના નાના ચિલોડામાં શાળામાં વિદ્યાર્થીનીઓની છેડતીના મામલે પથ્થરમારો થતા મામલો બિચક્યો

અમદાવાદ:શહેરની એક શાળામાં વિદ્યાર્થીઓની છેડતીનો મામલો સામે આવ્યો છે. અમદાવાદનાં નરોડાનાં નાના ચિલોડા વસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ સાથે આ છેડતીની ઘટના બની છે. સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ 1 થી 10નાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે, છેલ્લા ઘણા સમયથી શાળાની આસસાપમાં રહેતા કેટલાક અસામાજીક તત્વો શાળામાં આવીને વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર માંગણી તેમ જ તેમની છેડતી કરતા રહે છે અને આ પ્રકારની ઘટનાઓ વિરૂદ્ધ શાળાનાં પ્રિંસિપલે છ મહિના પહેલા પોલીસમાં એક અરજી પણ કરી હતી.

તમને જણાવી દઇએ કે, શાળાની એક વિદ્યાર્થીનીએ બે દિવસ અગાઉ નરોડાનાં સરદાર નગર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ કરી હતી. જેને અનુલક્ષીને પોલીસે આજ સવારથી જ સરસ્વતી વિદ્યાલય પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બે જેટલા સગીરો છેડતી કરતા નજરે પડ્યા હતા, જેમની પોલીસે ધરપકડ કરી હતી. સગીરોની ધરપકડ થતા શાળાની પાસમાં આવેલ લક્ષ્મીનગરનાં રહીસોએ શાળા પર હલ્લાબોલ કર્યો હતો. સૂત્રો અનુસાર, શાળાની આસપાસ એકઠી થયેલી ભીડે શાળા તેમજ પોલીસ પર પણ પથ્થરમાર્યો કર્યો હતો. જોકે, પોલીસે આ મામલામાં ભીડ દ્વારા પથ્થરમારો કર્યો હોવાની ઘટનાને વખોડી નાંખી છે.

(5:42 pm IST)