Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

સુરતમાં બીટ કોઈનના મામલે 8 બ્રોકરોને ત્યાં દરોડા : ૧ હજાર કરોડના વ્યવહારો સામે આવ્યા

સુરત : સુરતમાં બીટ કોઇનમાં રોકાણકારોને ત્યાં દરોડા મામલે 8 જેટલા બ્રોકરોને ત્યાં આઇટી વિભાગે દરોડા પાડ્યા હોવાનું જાણવા મળે છે. દરોડામાં એક હજાર કરોડથી વધુના ડોક્યુમેન્ટ્સ ITના હાથ લાગ્યા ચર્ચાય રહ્યું છે.

નજીકના ભવિષ્યમાંજ બીટકોઇનમાં રોકાણકારોને નોટિસનો મોકલવાનો સિલસિલો ચાલુ થશે. કેપિટલ ગેઇન હેઠળ પેનલ્ટી સહિત 70 ટકા ટેક્સ વસુલવાની IT તંત્ર તૈયારી કરી રહ્યું છે પરંતુ બીટ કોઇનના ભાવ ગગડી જતા ટેક્સ આવવાની શક્યતા બહુ ઓછી દેખાય રહી છે. આ સમયે, દક્ષિણ ગુજરાતમાં 2 હજારથી વધુ નોટિસ ઇસ્યુ થવાની શક્યતા સેવાઇ છે

 

(5:03 pm IST)