Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

પંચમહાલના શહેરા-ગોધરા હાઈવે પર કાર ગટરમાં ખાબકતા બે પોલીસકર્મીઓ મોત

રાજુભાઈ અને હિતેશ ખરાડી સંતરામપુરથી ગોધરા ફરજ પર જતા હતા અને રસ્તામાં અકસ્માત સર્જાયો

પંચમહાલના શહેરા-ગોધરા હાઈવે પર કાર ગટરમાં ખાબકતા બે પોલીસકર્મીઓ મોત નિપજયા હતા આ અકસ્માતની જાણ થતા અન્ય પોલીસનો કાફલો દોડી ગયો હતો. તેમજ મૃતદેહને ગટરમાંથી કાઢીના પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયા હતા.અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

  આ અંગે મળતી વિગત મુજબ રાજુભાઈ અને હિતેષ ખરાડી નામના બે પોલીસકર્મી સંતરામપુરથી ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકે ફરજ પર જઈ રહ્યાં હતા અને તે સમયે રસ્તામાં આ ઘટના બની હતી. બન્ને પોલીસ કર્મચારીના મોતને ૫ગલે પોલીસ બેડામાં ૫ણ શોકની લાગણી ફરી વળી છે.

(12:12 pm IST)