Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

અમદાવાદના દધિચિ બ્રિજ પાસે આવેલા રિવરફ્રન્ટ વોક વે પરથી અજાણ્યા યુવકે નદીમાં છલાંગ લગાવી

અમદાવાદ: અમદાવાદના દધિચિ બ્રિજ પાસે આવેલા રિવરફ્રન્ટ વોક વે પરથી અજાણ્યા યુવકે નદીમાં છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બે કલાકની જહેમત બાદ ફાયરની ટીમે યુવકના મૃતદેહને બહાર કાઢયો હતો.

મહત્વનુ છે કે, શુક્રવારે રાત્રે 10 વાગે અજાણ્યો યુવક પોતાની પ્રેમિકા સાથે રિવરફ્રન્ટ પર બેઠો હતો ત્યારે પ્રેમિકાના ભાઈ સહિત કેટલાક લોકો ગાડી પર આવ્યા હતા અને યુવકને ઢોર માર માર્યો હતો. આ ઘટના ઉગ્ર ન થાય તે માટે સ્થાનિક લોકોએ યુવકને છોડાવ્યો હતો. ત્યાર બાદ એકાએક યુવકે નદીમાં ઝંપલાવ્યુ હતુ.

(11:14 am IST)