Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

સુરતના ઘોડદોડ રોડ પર કારમાંથી ડાયમંડ વેપારીની લાશ મળી આવતા ચકચાર

ડાયમંડ વેપારીની લાશ કારમાં મળતા હત્યાની આશંકા સેવાઇ રહી છે

સુરત : સુરતના ઘોડદોડ રોડ પર એક કારમાંથી એક ડાયમંડ વેપારીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ડાયમંડ વેપારીની લાશ કારમાં મળતા હત્યાની આશંકા સેવાઇ રહી છે, જેથી પોલીસે મૃત દેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

ઘોડદોડ રોડ કાકડિયા કોમ્પલેક્ષ પાસે એક કાર નંબર GJ-05-JR-6518માં યુવકની લાશ મળી આવી હતી. મૃતદેહ અઠવા લાઈન્સ ખાતે રહેતા ડાયમંડ વેપારી પલક હિતેશ (ઉંમર 31 વર્ષ) હોવાની ઓળખ થઈ હતી. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને વધુ તપાસ કરી રહી છે.

(11:13 am IST)