Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

ગુજરાત માં પાટીદાર અનામત આંદોલન મામલે હાર્દિક પટેલ વિરુદ્ધ સરકારે કરેલા રાજદ્રોહના કેસ અંગેની હાર્દિક પટેલે બચાવ પક્ષે પોતાની દલીલ અદાલતમાં પૂર્ણ કરી

અમદાવાદ: ગુજરાત માં પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલ Patel વિરુદ્ધ સરકારે કરેલા રાજદ્રોહના કેસ અંગેની હાર્દિક પટેલે બચાવ પક્ષે પોતાની દલીલ અદાલતમાં પૂર્ણ કરી છે. તેવા સમયે હવે સરકાર અદાલતમાં આ દલીલો વિરુદ્ધ કેવું વલણ અપનાવે છે તેની પણ સૌની નજર ટકી છે. આ અંગેની વધુ સુનવણી અદાલતે ૨ ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

જો કે ચુંટણી પૂર્વે રાજય સરકાર અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે થયેલા સમાધાનના સરકારે તમામ પાટીદાર યુવાનો પર થયેલા તમામ કેસો પરત લેવાની બાંહેધરી આપી હતી. તેમજ સરકારે તેમાંથી અનેક કેસો પરત લીધા છે તેમજ ભાજપમાં ભળી જનારા પાટીદાર અગ્રણીઓ સામેના કેસ પડતા મુક્યા છે અથવા તો આગળની કાર્યવાહી સરકારે ટાળી છે.

જો કે બીજી તરફ હાર્દિક પટેલે સરકાર વિરુદ્ધ આંદોલન ચાલુ રાખવાની અને અનામત વિનાનું કોઈપણ સમાધાન સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના પગલે સરકારે હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચાલુ રાખ્યો છે અને બીજા અનેક કેસ નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે.

ત્યારે પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના સંયોજક હાર્દિક પટેલ સહિતના લોકો સામે નોંધાયેલા રાજદ્રોહના કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં હાથ ધરાઈ હતી.જેમાં બચાવ પક્ષની દલીલો પૂરી થતાં સેશન્સ જજ ડી. પી. મહિડાએ વધુ સુનાવણી 2 ફેબ્રુઆરીના રોજ રાખી હતી. મંગળવારે હાથ ધરાયેલી સુનાવણીમાં હાર્દિક પટેલના એડવોકેટ રફીક લોંખંડવાલાએ રજૂઆત કરી હતી કે, હાર્દિકનાં નિવેદનો અને સભાઓમાં આપેલાં ભાષણો જોતાં રાજદ્રોહનો કોઈ ગુનો બનતો નથી.

(11:13 am IST)