Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

પદ્માવત ફિલ્મની ધમાલમાં ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ સેટેલાઇટ વિસ્તારમાં થયેલી તોડફોડ મામલે કાર્યવાહી

બબાલ દરમ્યાન રાજભા નામનો આરોપી પકડાયા બાદ મિસિંગ થયો હતો :સસ્પેન્ડેડ કર્મી સામે ખાતાકીય તપાસ પણ કરાશે

 

અમદાવાદ :પદ્માવત ફિલ્મના વિરોધ બાદ સેટેલાઇટ વિસ્તારમાં થયેલી તોડફોડ મામલે 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સેક્ટર-1ના જેસીપીએ સેટેલાઇટના 3 પોલીસ કર્મચારીઓ લાલ સિંહ, ધર્મેન્દ્ર સિંહ અને યોગેન્દ્રસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બબાલ દરમ્યાન રાજભા નામનો આરોપી પકડાયા બાદ મિસિંગ થયો હતો. જે મામલે પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલા તમામ પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે.

(10:33 am IST)