Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

શાકભાજીના રાજા બટાકાના ભાવ તળીયે : બનાસકાંઠા પંથકમાં ખેડૂતોની માઠી

બનાસકાંઠા : આ વખતે બટાકાનું બમ્પર ઉત્પાદન થતા ભાવ નીચે જતા ખેડૂતોની માઠી બેઠી છે અને ટેકાના ભાવે ખરીદી કરવા માંગ ઉઠી છે.

બનાસકાંઠામાં શાકભાજીના રાજા ગણાતા બટાકાને પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. છેલ્લા ત્રણ વર્ષથી બટાકાના ભાવ તળિયે જતાં ખૂબ ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ ગઈ થઈ છે. ત્યારે આ વર્ષે પણ બટાકાનું વાવેતર વધુ થયું છે. જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા બજેટમાં કોઇ જોગવાઇ કરાય. તેવી માંગ જગતનો તાત દ્રારા કરવામાં આવી છે.

દેશભરમાં બટાટાના હબ તરીકે પ્રસિદ્ઘ થયેલા બનાસકાંઠામાં ચાલુ વર્ષે બટાકાનું બમ્પર વાવેતર થયુ છે.ચાલુ વર્ષે બટાટાનું વધુ વાવેતર થવાના કારણે તેજી આવવાના કોઇ અણસાર દેખાતા નથી.જેથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.ગત વર્ષે બનાસકાંઠામાં ૬૬ હજાર હેકટર જમીનમાંઙ્ગ બટાટાનું વાવેતર થયું હતું.જયારે ચાલુ વર્ષે ૭૮ઙ્ગ હજાર હેકટર જમીનમાં બટાટાનં વાવેતર થયુ છે.

ખેડૂતો ત્રણ વર્ષથી બટાકામાં મંદીનો માર સહન કરી રહ્યાં છે.ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને સરકારે ગત વર્ષે રાહત આપવા ટ્રાન્સપોર્ટ સબસિડી જાહેર કરી હતી. પરંતુ તે અસરકારક સાબિત થઇ ન હતી. હાલમાં બટાટા નીકળવાની શરૂઆત થઈ છે. પણ હજુ ખેડૂતોને બટાટાનાઙ્ગ પોષણક્ષમ ભાવો મળી રહ્યા નથી. હવે આ બજેટમાં સરકાર દ્વારા ટેકાના ભાવ અપાય અનેઙ્ગ લોન માફ થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યાં છે.

છેલ્લા ત્રણ વર્ષથી બટાટામાં પોષણક્ષમ ભાવો ન મળતા નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે આગામી બજેટમાં દેવાદાર જગતના તાતને સરકાર દેવામુકત કરે તેવી માંગ કરાઇ રહી છે.

(3:41 pm IST)