Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ગાંધીનગર નજીક અકસ્માતની ઘટનામાં ભરખમ વધારો: સાબરમતી હાઇવે નજીક વાહનની હડફેટે બાઈક સવારનું મૃત્યુ:ગુનો દાખલ

ગાંધીનગર:શહેર અને આસપાસના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં હીટ એન્ડ રનની ઘટનાઓને ચિંતા વધારી છે ત્યારે ગઈકાલે રાત્રે કોબા-સાબરમતી હાઈવે માર્ગ ઉપર હીટ એન્ડ રનની ઘટનામાં કુડાસણના યુવાનનું મોત નીપજયું છે. કુડાસણમાં છેલ્લા પાંચ વર્ષથી રહેતો યુવાન તરંગ ભરતભાઈ તલાટી ગઈકાલે તેનું બાઈક નં.જીજે-ર૩-એએલ-૩૪૫૬ લઈને સુઘડ પાટીયા પાસે રોડક્રોસ કરી રહયો હતો તે દરમ્યાન પુરઝડપે આવી રહેલી કારે તરંગના બાઈકને અડફેટે લીધું હતું. જેના કારણે તે રોડ ઉપર ફંગોળાયો હતો અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ અકસ્માત કરનાર વાહનચાલક ત્યાંથી વાહન લઈને નાસી છુટયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ તરંગને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલનસ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જયાં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના સંદર્ભે તેના ફોઈના દીકરા અમદાવાદ મણીનગરમાં રહેતાં પરાગ રસીકલાલ શાહે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહન ચાલકને પકડવા માટે દોડધામ શરૂ કરી છેનોંધવું રહેશે કે અકસ્માતની આવી ઘટનાઓમાં ફરાર થયેલા વાહનચાલકો પકડવામાં પોલીસ ઉદાસીનતા દાખવતી હોય છે ત્યારે કિસ્સામાં વાહનચાલક કયારે પકડાય છે તે જોવું રહયું.

(6:49 pm IST)