Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

સોપારીવાળાને 28.59 કરોડની એક્સપોર્ટ મામલે નોટીસ ફટકારવામા આવી છે. ઓવેસ અનેક સ્થળોએ મસ્જિદો બહાર છૂટક અત્તર વેચવાનું કામ કરે છે. ત્યારે ઓવેસે ડોક્યુમેન્ટ ગેરઉપયોગ થયો હોવાનો આક્ષેપ લગાવ્યોઃ લોન અપાવાની લાલચ પાન અને આધાર કાર્ડ લીધા હતા

-યુનુસ ચકકીવાળા વિરૂધ્‍ધ પોલીસમાં અરજી અપાશે

સુરતઃ  સુરતમાં ફુટપાથ પર અત્તર વહેચનારને ઇન્કમ ટેક્સની નોટીસ મળતા ચકચાર મચી જવા પામી હતી.

ત્યારે ઇન્કમટેક્સ દ્વારા ઓવેસ સોપારીવાળાને નોટીસ આપવામા આવી છે. ઓવેસ સોપારીવાળાને 28.59 કરોડની એક્સપોર્ટ મામલે નોટીસ ફટકારવામા આવી છે. ઓવેસ અનેક સ્થળોએ મસ્જિદો બહાર છૂટક અત્તર વેચવાનું કામ કરે છે. ત્યારે ઓવેસે ડોક્યુમેન્ટ ગેરઉપયોગ થયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. 2018માં યુનુસ ચક્કીવાળાના નામના શખ્સને ડોક્યુમેન્ટ આપ્યા હતા. લોન અપાવાની લાલચ પાન અને આધાર કાર્ડ લીધા હતા. ત્યારે લોન તો ન મળી ડોક્યુમેન્ટ યુનુસ ચક્કીવાળાએ પોતાની પાસે રાખ્યા હતા. 2019 માં મહમદ ઓવેસ ને GST અધિકારીઓ પૂછપરછ માટે લઈ ગયા હતા. મહિને 10 થી 12 હજાર કમાતા મહમદ ઓવેસ અને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. મહમદ ઓવેશના કહેવા અનુસાર તેમનું પોતાનું કોઈ બેન્કમાં એકાઉન્ટ નથી. મહમદ ઓવેસના નામે ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં એક્સપોર્ટ થયું છે. સમગ્ર મામલે ઇન્મટેક્સને નોટીસનો જવાબ આપશે. યુનુસ ચક્કીવાળા વિરુદ્ધ પોલીસ કમિશ્નરને પણ અરજી આપવામાં આવશે.


આ બાબતે મહમદ ઓવેશનાં વકીલ નદીમ ચૌધરી જણાવ્યું હતું કે, મારા અસીલ જેઓ છુટક અત્તરનો ધંધો કરે છે. ત્યારે તેમને પંદર દિવસ પહેલા ઈન્કમટેક્ષ દ્વારા નોટીસ આપવામાં આવી છે. જે નોટીસની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે રેડ ઈમ્પેક્ષ એક ફર્મ છે. જે ફર્મમાં રૂા. 28 કરોડનો કોઈ માલ એક્ષપોર્ટ કરવામાં આવ્યો છે. જે બાબતની નોટીસ આવી છે. એ નોટીસ લઈને ઓવેસભાઈએ મારો સંપર્ક કર્યો હતો. ત્યારે તેમનાં ડોક્યુમેન્ટનો કોઈએ દુરઉપયોગ કરતા અને કમિશ્નરને આ બાબતે લેખિત ફરિયાદ કરી છે. તેમજ 2019 માં ભૂતકાળમાં તેઓની જીએસટી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

(12:00 am IST)