Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

બનાસકાંઠાના દાંતીવાડાની માયનોર કેનાલમાં ગાબડું :ડીસાના આસેડા પાસે કેનાલમાં નાળું તૂટી જતા ખેતરોમાં પાણી ઘુસ્યા :પાકને વ્યાપક નુકશાન

બનાસકાંઠા જિલ્લામાં કેનાલમા ગાબડાં પડવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે દાંતીવાડાની માયનોર કેનાલમાં ફરી ગાબડું પડયું છે.ડીસાના અસેડા ગામ પાસે કેનાલમાં નાળુ તૂટી જતાં હજારો લિટર પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા.વારંવાર તંત્રને જાણ કરવા છતાં કોઇપણ અધિકારી ફરકયા ન હતા.જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.ખેતરોમાં પાણી ફરી વળતા પાકને વ્યાપક નુકસાન થયું છે .

 

(1:47 am IST)