Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી વિજયભાઇ રૂપાણી સાથે સ્ટેચયુ ઓફ યુનિટીની મુલાકાતે

રાજકોટઃ કેવડીયામાં યોજાઇ રહેલી ૮૦ મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારી પરીષદના ઉદ્ઘાટન માટે આવેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લીધી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રપતિશ્રીને આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી.

(3:59 pm IST)
  • રાજસ્થાનમાં વધુ ૧૯ મોત: નવા 3314 કેસ : રાજસ્થાનમાં વધુ 19 મોત સાથે કોવિદનો મૃત્યુઆંક વધીને 2200 ઉપર પહોંચ્યો છે. નવા 3,314 કોરોનાના કેસો નોંધાતા કુલ કોરોના કેસોનો આંક 2,50,482 પર પહોંચ્યો છે. access_time 9:54 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ વધુ 30 જીવ લીધા: 5,439 નવા કોવિડ કેસ : મહારાષ્ટ્રમાં 5,439 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે સાથે કુલ કોવિડ કેસોની સંખ્યા 17,89,800 થઈ છે; વધુ 30 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 46683 ઉપર પહોંચ્યો છે. access_time 9:54 pm IST

  • અમદાવાદમાં 45 નવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં 45 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા. access_time 9:54 pm IST