Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

દેડિયાપાડાના પાટવલી ગામથી રૂ. ૪૩,૨૦૦ના પ્રોહી.ના મુદ્દામાલ સાથે આરોપી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હરિકૃષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ જીલ્લામાંથી દારૂના દુષણ ને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા કડક નિર્દેશો, સુચનાનાં પગલે એ.એમ.પટેલ,પો.ઇન્સ.એલ.સી.બી

.ના સુપરવિઝન હેઠળ સી.એમ.ગામીત પો.સ.ઇ.એલ.સી.બી.તથા એલ.સી. બી.સ્ટાફના પેટ્રોલીંગ માં હતા દરમ્યાન બાતમી મળેલ કે પાટવાલી ગામેં સંજય રામસીંગભાઇ વસાવા (રહે .પાટવલી ) પાસે વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પો.સ.ઇ.એલ.સી.બી.તથા એલ.સી. બી.સ્ટાફના પોલીસ માણસો સાથે પાટવલી ગામ ખાતે રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ના કવાટરીયા નંગ-૪૩૨ કિ.રૂ.૪૩, ૨૦૦ ના મુદામાલ સાથે સંજય  રામસીંગ ભાઇ વસાવાને ઝડપી પાડી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી દેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

(10:34 pm IST)
  • બિહાર ચૂંટણીમાં ભાજપનો ઇન્ડિયન જો સતત આગળ ભાગતો જાય છે : બિહાર ચૂંટણી માટે સી વોટર અને abp સર્વેના ઓપિનિયન પોલમાં ભાજપના નેજા હેઠળના એનડીએ મોરચાને ૧૩૫થી ૧૫૯ બેઠકો અને યુપીએ મોરચાને ૭૫થી ૯૮ બેઠકો મળશે એવું દર્શાવાયું છે. access_time 2:19 pm IST

  • કેન્દ્રીય તકેદારી આયોગ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી, "સતર્ક ભારત, સમૃધ્ધ ભારત" ની થીમ સાથે વિજિલન્સ જાગરૂકતા સપ્તાહની ઉજવણી કરશે. access_time 10:04 pm IST

  • અલકાયદાનો માસ્ટરમાઈન્ડ મોહસીન અલ મિશ્રી માર્યો ગયો : આતંકી સંગઠન અલકાયદાનો માસ્ટરમાઈન્ડ મોહસીન અલ મિશ્રી અફઘાન દળોના હાથે ઠાર મરાયો છે. અફઘાનિસ્તાનના ગજની પરગણાના અંડાર જિલ્લામાં એક ઓપરેશનમાં મોહસીન માર્યો ગયાનું અફઘાન સમાચાર સંસ્થાએ જાહેર કર્યું છે. access_time 2:19 pm IST