Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ગુજરાતમાં આજથી ગરમી વધશે

 

અમદાવાદ તા. ૨૫ : ગુજરાતમાં આજથી ગરમીનો પ્રકોપ વધશે. જેમાં તાપમાનનો પારો સતત ઊંચકાશે એવા હવામાન વિભાગ દ્વારા સંકેતો અપાયા છે. તેમજ ગાંધીનગરમાં ૪૦.૪ ડિગ્રી, વડોદરામાં ૪૦.૪ ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા ૨૯મી એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચશે.

ગાંધીનગરમાં ૪૦.૪ ડિગ્રી, વડોદરામાં ૪૦.૪ ડિગ્રી સાથે રાજકોટમાં ૪૦.૫ ડિગ્રી, અમરેલીમાં ૪૦.૫ ડિગ્રી તાપમાન છે. પાંચ દિવસ સુધી ઠંડક રહ્યા બાદ ફરી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. સાત શહેરમાં તાપમાન ૪૦ ડિગ્રી પાર થયુ છે. તેમજ સૌથી ઓછું દ્વારકામાં ૩૦.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદ સહિત રાજયના મોટા ભાગના શહેરોમાં છેલ્લા પાંચ દિવસથી તાપમાન નીચું રહેતા લોકોને રાહત મળી હતી. પરંતુ બુધવારથી તાપમાનનો પારો ઊંચકાતા ફરી એકવાર કાળાઝળ ગરમીનો રાઉન્‍ડ શરૂ થયો છે. અમદાવાદ સહિત રાજયનાં કુલ સાત શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયો છે.

રાજયમાં આજથી ગરમીનો પ્રકોપ વધશે. જેમાં પવનની દિશા બદલાતા ગરમીની આગાહી કરવામાં આવી છે. તેમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રી પાર જવાની આગાહી છે. તેમજ ગઈકાલે રાજયના ૭ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર ગયુ છે. તથા સૌથી વધુ વલ્લભ વિદ્યાનગરમાં ૪૧.૭ ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદમાં ૪૦.૮ ડિગ્રી, સુરેન્‍દ્રનગર ૪૦.૭ ડિગ્રી તાપમાન છે. જોકે હજુ આગામી એક સપ્તાહ સુધી ગરમીથી રાહત નહીં મળે, પરંતુ તાપમાનનો પારો સતત ઊંચકાશે એવા હવામાન વિભાગ દ્વારા સંકેતો અપાયા છે. અમદાવાદમાં ૪૦.૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૦.૪ વડોદરામાં ૪૦.૬, અમરેલીમાં ૪૦.૫, રાજકોટમાં ૪૦.૫ અને સુરેન્‍દ્રનગરમાં ૪૦.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી એક સપ્તાહ સુધી ગરમીમાં સતત વધારો થશે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો, ૨૯મી એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચી જશે.

(2:51 pm IST)