Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

આઇ.આઇ.ટી.ઇ.માં પ્રવેશ પ્રક્રિયાઃ ૨૯મેએ ૩૫ કેન્‍દ્રો પર પરીક્ષા

ગાંધીનગર,તા. ૨૫ : ભારતીય શિક્ષક પ્રશિક્ષક સંસ્‍થાન (આઇ.આઇ.ટી.ઇ.) ગાંધીનગર દ્વારા ૨૪ એપ્રિલથી સેન્‍ટર ઓફ એજયુકેશન તથા ટીચર યુનિવર્સિટી સાથે સંલગ્ન રાજયની બી.એડ. કોલેજોમાં વિવિધ સ્‍નાતક, અનુસ્‍નાતક અને શિક્ષણ વિદ્યાશાખામાં રીસર્ચના કાર્યક્રમોમાં અભ્‍યાસ વષે ૨૦૨૨-૨૩ માં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઇન એપ્‍લિકેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

આઈઆઇઈટીઇના સેન્‍ટર ઓફ એજયુકેશન દ્વારા B.Sc.-B.Ed. તથા B.A.-B.Ed.ના ચાર વષેના ઈન્‍ટિગ્રેટેડ અભ્‍યાસક્રમો ઉપરાંત, ત્રણ વર્ષેના ઇન્‍ટિગ્રેટેડ ઇનોવેટિવ M.Sc./M.A.-M.Ed.ત્રણ વર્ષના ઈન્‍ટિગ્રેટેડ B.Ed.-M.Ed., બે વષેના M.Ed. અભ્‍યાસક્રમો અને શિક્ષણ વિદ્યાશાખામાં સંશોધનાત્‍મક કાર્યક્રમ Ph.D. ચલાવવામાં આવે છે. આ ઈન્‍ટિગ્રેટેડ કોર્સમાં પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ ચાર વષેમાં બે બેચલર ડિગ્રી મેળવી શકે છે અને તેમનું એક મહત્ત્વપૂણે વષે બચાવી શકે છે.

આ ઉપરાંત ગત બે વષેથી રાજયની અન્‍ય તમામ યુનિવસિટીઓ સાથે જોડાયેલી સરકારી અને ગ્રાન્‍ટ-ઇન-એઇડ B.Ed. કોલેજોનું જાડાણ આઈઆઈટીઈ સાથે થયું છે. આ તમામ ૫૯ કોલેજોના બે વષેના B.Ed. અભ્‍યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા પગ આઈઆઇઈટીઈઇ દ્વારા હાથ ધરવામાં આવશે.

આ પ્રવેશ પ્રક્રિયા આઈ.આઇ.ટી.ઇ. સંલગ્ન રાજયની સરકારી B.Ed. કોલેજોની ૨૯૫૦ બેઠકો, આઈઆઇઈટીઇ ખાતે ચાલતા ઇન્‍ટિગ્રેટેડ અભ્‍યાસક્રમો B.Sc.-B.Ed. તથા B.A.-B.Ed.ની ૧૦૦- ૧૦૦ બેઠકો તથા ઇનોવેટિવ કોર્સ M.Sc./M.A.-M.Ed. કોર્સની ૧૦૦ બેઠકો તથા ઈન્‍ટિગ્રેટેડ B.Ed.-M.Ed. કોસની ૫૦ બેઠકો, M.Ed. ગુજરાતી માધ્‍યમ અને M.Ed. અંગ્રેજી માધ્‍યમની અનુક્રમે ૫૦-૫૦ બેઠકો માટે કરવામાં આવશે.

આ તમામ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ઇચ્‍છુક વિદ્યાર્થીઓએ ‘આઇ૩ટી' (I3T — Integrated Test for Teacher Trainee) પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે.  આ વિશે માહિતી આપતા યુનિવર્સિટીએ જણાવ્‍યું કે, ‘ઈન્‍ટિગ્રેટેડ ટેસ્‍ટ ફોર ટીચર ટ્રેઇની એ પ્રવેશવાંચ્‍છુક વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવા માટેની ક્ષમતા ચકાસવા માટેની પ્રવેશ પરીક્ષા છે. આ પરીક્ષા માટેની એપ્‍લિકેશન આઈઆઇટીઇની વેબસાઇટ પર ઓનલાઇન કરવાની રહેશે. તા. ૨૪ એપ્રિલથી શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયામાં ૧૫ મે સુધી ઓનલાઈન એપ્‍લિકેશન કરી શકાશે.'

‘વિદ્યાર્થીઓની અનુકૂળતા માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન રાજયભરમાં ૩૫ કેન્‍દ્રો પર કરવામાં આવ્‍યું છે. ઇચ્‍છુક ઉમેદવારો પરીક્ષાની યોગ્‍ય તૈયારી કરી શકે તે માટે આઇઆઇટીઈની વેબસાઇટ પર ગત વર્ષામાં લેવાયેલી પરીક્ષાના પ્રશ્નપત્રો, વિષયોની માહિતી, ફોર્મ ભરવાની માહિતી તેમજ FAQs મુકેલ છે. આ ઉપરાંત વેબસાઇટ પર એડમિશન બુકલેટ પર અપલોડ કરવામાં આવી છે, જેમાંથી આઈઆઈટીઈ સાથે સંલગ્ન વિવિધ B.Ed. કોલેજોની યાદો અને અન્‍ય વિગતો મેળવી શકાશે. પ્રવેશ પરીક્ષાનું પરિણામ ૪ જૂનના રોજ જાહેર થશે અને ત્‍યારબાદ ૧ લી જુલાઈથી યુનિવસિટીમાં અભ્‍યાસકાયની શરૂઆત થશે.'

આઈ.આઈ.ટી.ઈ.માં અભ્‍યાસ કરવા માટેની પ્રવેશ એપ્‍લિકેશન યુનિવર્સિટીની વેબસાઇટ www.iite.ac.in પર ૨૪ એપ્રિલથી ૧૫ મે દરમિયાન કરી શકશે. આ માટેની લિંક http://portal.iite.ac.in/admission/ છે.

(12:25 pm IST)